________________
પૂછ્યું, તમે બંને આમ શા માટે કરો છો? પહેલો બોલ્યો, મને ખૂબ ગરમી લાગે છે, મૂંઝારો થાય છે તો પછી બારી શા માટે ન ખોલું? બીજાએ કહ્યું, મને ઠંડી લાગે છે તો શા માટે બંધ ન કરે ? ટી.ટી.એ બંનેને બારીની પાસે બોલાવીને કહ્યું, અહીં જુઓ. બંનેએ ધ્યાનથી જોયું, તો બારીને કાચ જ નહોતો! સચ્ચાઈને ન ભૂલશો
જ્યારે બારીને કાચ જ નથી તો તેને બંધ કરવાથી કે ખોલવાથી શો ફાયદો? આપણી કાલ્પનિક આવશ્યકતાઓ, કૃત્રિમ અપેક્ષાઓ એટલી બધી વિસ્તૃત હોય છે કે આપણે સચ્ચાઈને ભૂલી જઈએ છીએ. મહાવીર એટલા માટે કહે છે કે તમે કાલ્પનિક આવશ્યકતાની સીમા નક્કી કરો, સંયમ કરો. સુવિધાની પણ સીમા કરો, સંયમ કરો. મહાવીરે એમ નથી કહ્યું- કેવળ આત્મા સત્ય છે અને જગત મિથ્યા છે. તેમણે વ્યવહારને પણ મિથ્યા નથી બતાવ્યો. વ્યવહાર પણ એક સચ્ચાઈ છે. પૌલિક જગત પણ એક સચ્ચાઈ છે. અપેક્ષા, આવશ્યકતા અને સુવિધા- આ પણ એક સચ્ચાઈ છે, પરંતુ તેને ઉશૃંખલ ન બનાવો, મર્યાદાનું અતિક્રમણ ન કરો, તેની એક સીમા નિર્ધારિત કરો. સીમાનું પણ એક ખૂબ સરસ સૂત્ર તેમણે પ્રસ્તુત કર્યું છે જ્યાં મૂળને હાનિ ન પહોંચે, શરીર, મન અને ભાવધારાને હાનિ ન પહોંચે. ટી.વી. આપણી ઇન્દ્રિયોને હાનિ પહોંચાડે છે. કેટલાં બાળકો તેનાં પ્રબળ આસક્ત બની ગયાં, કેટલાય માણસો આંખોની જ્યોતિ ખોઈ બેઠા. વર્તમાનપત્રમાં વાંચ્યું–બ્રિટનમાં બાળકોના ચશમાં સૌથી વધારે ખરીદાયા. કારણ શોધવામાં આવ્યું તો જાણવા મળ્યું –બાળકો ટેલિવિઝનની ખૂબ જ નજીક બેસીને તેને જુએ છે, ખૂબ લાંબા સમય સુધી નિહાળે છે, જેથી આંખોની સમસ્યા વધી રહી છે, ચમા વધી રહ્યા છે. આ ઉશ્રુંખલ અને અતિશય વૃત્તિ છે. વિલાસિતા અનાવશ્યક છે
મહાવીરે કહ્યું–વિલાસને સમાપ્ત કરો. વિલાસિતા સર્વથા અનાવશ્યક છે. તેનો સંપૂર્ણ નિરોધ કરો, સંયમ કરો. આ વાત સહેજ કડવી લાગે છે, પરંતુ ઘણી સાચી છે–
सव्वं विलवियं गीयं, सव्यं नर्से विडंवियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ।।
વાસનાને ભડકાવનારાં ગીત, ગીત નથી, વિલાપ છે. વાસનાને વધારનારાં નૃત્ય અને નાટક વિડમ્બના છે, પ્રદર્શનને વધારનાર આભરણ ભારભૂત છે.
'
',
'
'
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૮
'',531,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org