________________
ઉર્ફેબલ વાસના દુઃખને વધારનારી છે. જો ઈતિહાસ ઉપલબ્ધ હોત
મહાવીરે “સંયમનું એક અભિયાન શરૂ કર્યું, પ્રયોગ શરૂ કર્યો અને એ સમયે જ્યારે આબાદી આટલી નહોતી, ત્યારે તેમણે પાંચ લાખ વ્યક્તિઓનો એક સમાજ બનાવ્યો. તે મહાવીરના સિદ્ધાન્તોને માનનારો સમાજ હતો. પાંચ લાખ લોકો એ સમયમાં થોડા ન કહેવાય. લિચ્છવી ગણતંત્રના પ્રમુખ મહારાજ ચેટક મહાવીરના વ્રતી સમાજના મુખ્ય સભ્ય હતા. સંપૂર્ણ જૈન ઇતિહાસ આજે ઉપલબ્ધ નથી. ભારતીય ઇતિહાસમાં જૈન તત્ત્વોની જેટલી ઉપેક્ષા થઈ છે, તેટલી કોઈની થઈ નથી. અનેક રાજાઓ, ગણતંત્રના પ્રમુખો, જૈન સેનાપતિઓ અને સાર્થવાહોના ઇતિહાસને આધુનિક ઇતિહાસકારોએ અદશ્ય કરી દીધો છે. તેમનો ઇતિહાસ આજે આપણી સમક્ષ ઉપલબ્ધ હોત તો લિચ્છવી, વજી વગેરે ગણતંત્રો મહાવીરના અર્થશાસ્ત્રીય સિદ્ધાન્તો પર ચાલતાં હતાં, તે તથ્ય સ્વયં સિદ્ધ થઈ જાત. મૌલિક અંતર
મહાવીરે એવા સમાજને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે, જે સંયમી અને વ્રતી સમાજ હતો. વ્રત અને સંયમના સંદર્ભમાં આપણે આધુનિક અર્થશાસ્ત્ર અને મહાવીરના અર્થશાસ્ત્રની તુલના કરીએ. પહેલું અંતર તો મૂળમાં જ દર્શનનું આવી જશે. આધુનિક અર્થશાસ્ત્ર એકાંગી ભૌતિકવાદ પર આધારિત છે. મહાવીરના અર્થશાસ્ત્રમાં ભૌતિકવાદ તેમજ અધ્યાત્મવાદ–બંનેનો સ્વીકાર છે. આધુનિક અર્થશાસ્ત્રએ એક લક્ષ્ય બનાવી દીધું છે–મનુષ્યને ધનવાન બનાવવાનો છે. મહાવીરના અર્થશાસ્ત્રનું લક્ષ્ય હતું–માણસ શાંતિથી, સુખથી પોતાનું જીવન વિતાવે. કારણ કે શાંતિ વિના સુખ નથી મળતું. સુખ શાંતિપૂર્વક હોય છે. ગીતામાં કહ્યું છે
न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् ।
ભાવના વિના શાંતિ નથી મળતી અને શાંતિ વિના સુખનું સ્વપ્ન પણ જોઈ શકાતું નથી. પ્રશ્ન - કેન્દ્ર અને પરિધિનોઃ
એક તરફ ધનથી મળનારું સુખ છે, બીજી તરફ શાંતિથી મળનારું સુખ છે. ભૌતિકવાદના આધારે ધન + સુખ- આ સમીકરણ બનશે. મહાવીરના અર્થશાસ્ત્રનું સમીકરણ આ પ્રમાણે બનશે–ધનની સીમા + શાંતિ અને સુખ. વ્રત, સંયમ અને સીમાકરણના સંદર્ભમાં આપણે મહાવીરના અર્થશાસ્ત્રીય સિદ્ધાન્તોનું
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૯
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org