________________
સંપાદકીય...
I અપરિગ્રહનો પ્રવક્તા નિગ્રંથ શું અર્થશાસ્ત્રનો રચી શકે ગ્રંથ ? મહાપ્રજ્ઞની કૃતિ “મહાવીરનું અર્થશાસ્ત્ર ખોલી દે છે બંધ જિજ્ઞાસા-પાત્ર ઉભરે છે મનમાં આ પ્રશ્ન શું અપરિગ્રહનું ચિંતન આપી શકે પરિગ્રહનું દર્શન ? || સમાધાન છે ઊંડાણમાં, ઊંચાઈમાં, અવસ્થિત છું સપાટી પર, તળેટીમાં, અચાનક ચેતનાના અતલ તલને ચીરીને. નીકળી પડ્યું છે એક વિદ્યુતકિરણઆયુષ્મનું મહાવીરનાં ધ્વનિ પ્રકંપન પકડતો હતો ચેતનાનો કણ-કણ ના કેવળ માનવા દેવ અને દાનવ પશુપક્ષી જ નહીં વૃક્ષ-વનસ્પતિ પણ સાંભળતાં સમજતાં ભૂલીને વેર-ભાવ છોડીને પોતીકો સ્વભાવ.
મહાવીરસ્વામીનું વચન શાશ્વત સત્યનું નિર્વચન ન વ્યક્તિ ન જાતિ સૌના માટે જેમાં અધ્યાત્મશાસ્ત્ર પણ છે, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર પણ છે. પ્રશ્ન છે, પકડનારી દષ્ટિનો, સંકલ્પની સૃષ્ટિનો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org