________________
શબ્દ શબ્દ મહાવીરવાણીના પડઘા...
અઢી હજાર કરતાં પણ અધિક વર્ષો પૂર્વે ભગવાન મહાવીરે સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક દષ્ટિએ અર્થશાસ્ત્રની અનોખી શૈલી રજૂ કરી હતી. તેમની એ શૈલી અન્યાય અને અત્યાચાર દૂર કરીને અમન અને આનંદની સ્થાપના કરનારી હતી. અર્થવ્યવસ્થાનાં પાયાનાં મૂલ્યોની વાત ભગવાન મહાવીરે કરી હતી.
ભગવાન મહાવીરની અનેક વાતોને આપણે આજે પણ સમજી શક્યા નથી. આચાર્ય મહાપ્રજ્ઞજીએ મહાવીરની મર્યવાણીને વિવિધ ગ્રંથોમાં યુગસંદર્ભ સહિત રજૂ કરી છે. “મહાવીરનું અર્થશાસ્ત્ર’ એવો જ વિસ્મયપ્રેરક ગ્રંથ છે. જેના સાધુ પાસેથી અર્થશાસ્ત્ર વિષય ઉપર ગ્રંથ મળે તે સ્વયે વિસ્મયની ઘટના છે. તેમાંય આ તો મહાવીરનું અર્થશાસ્ત્ર ! આજે જ્યારે વિશ્વ સમક્ષ અર્થનીતિની અનેક સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે આ ગ્રંથ અત્યંત ઉપયોગી બનશે.
મહાવીરની વાતને સમજવા માટે અનેકાન્ત દષ્ટિ જોઈએ. મહાવીરની વાત બીજાઓને સમજાવવા માટે સહજ અને સરળ શૈલી જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞજી એવા મનીષી છે કે જેમની પ્રતિભામાં આ બન્ને બાબતોનો સમન્વય પૂર્ણરૂપે જોવા મળે છે. તે જ કારણે તેમના ચિંતનગ્રંથો દેશ-વિદેશમાં આદર પામી રહ્યા છે.
કદાચ, મહાપ્રજ્ઞજીનો સૌથી પ્રિય વિષય મહાવીર છે. તેમણે ભગવાન મહાવીરને કેન્દ્રમાં રાખીને અનેક માર્મિક ગ્રંથોનું સર્જન કર્યું છે. તેમના પ્રત્યેક ગ્રંથમાંથી મહાપ્રજ્ઞજીનું તથા મહાવીરનું અનોખું વ્યક્તિત્વ પ્રગટી રહે છે. મહાવીરને માનનારા તો ઘણા છે, તેમને જાણનારા વિરલ જ હશે. પ્રસ્તુત ગ્રંથ ભગવાન મહાવીરની સામાજિક અર્થવ્યવસ્થાનો સંપૂર્ણ અભિગમ રજા કરીને સાંપ્રત સમાજને યથાર્થ દિશાદર્શન કરાવશે જ તેવી શ્રદ્ધા છે. આ પૂર્વે આવો ગ્રંથ કોઈએ લખ્યો નથી. મહાવીરની વાણીના પડધા આ પુસ્તકમાં અને આચાર્ય મહાપ્રજ્ઞજીનાં પ્રવચનોમાં શબ્દ-શબ્દ અવિરત સંભળાય છે. આ વિસ્મયપ્રેરક ઘટનાને વંદન, અભિનંદન.
. રોહિત શાહ ઉત્તરાયણ, ૧૯૯૬ ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોનઃ ૭૪૭૩૨૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org