________________
૧૧
મહાવીરનું અર્થશાસ્ત્ર પ્રવચન માળા પૂજ્ય ગુરુદેવ શ્રી તુલસીના સાંનિધ્યમાં સંપન્ન થઈ. પ્રવચનમાળાનું સમાપન અણુવ્રતઅનુશાસ્તાના મંગળ ઉદ્બોધનથી થયું હતું. તેમનાં ઉદ્બોધનો એક નવી દ્રષ્ટિ સાથે થયાં હતાં. પ્રસ્તુત અધ્યાયમાં અણુવ્રતઅનુશાસ્તાના તે મહત્ત્વપૂર્ણ વિચારોનું અંકન છે.
મહાવીર અને અર્થશાસ્ત્ર
આજે જે કહેવામાં આવી રહ્યું છે, તે પચાસ વર્ષ પહેલાં કહેવામાં આવ્યું હોત તો લોકો સાંભળવા માટે તૈયાર ન થયા હોત. આવું એટલા માટે કે આજે લોકો એટલી દુવિધામાં ફસાયા છે કે ક્યાંય શાન્તિ નથી. તેઓ શોધી રહ્યા છે કે ક્યાંકથી શાન્તિનો માર્ગ મળે. કવિએ કહ્યું છે–
નીકી પે ફીકી લગે, બિના સમય કી બાત, જૈસે યોદ્ધા યુદ્ધ મેં નહિ સિંગાર સુહાત.
યોદ્ધાના સિંગારની વાત સારી છે, પણ તે યોગ્ય સમયે થવી જોઈએ. યુદ્ધમાં શસ્ત્ર ધારણ કરીને જતી વખતે શ્રૃંગાર-પ્રસાધન કરવું સમયોચિત નથી. માટે આજની આપણી આ વાત સામયિક છે અને ચોક્કસ સૌકોઈને સારી લાગશે. સંગતિ કેવી રીતે થાય ?
પ્રશ્ન ઊદ્ભવે છે – મહાવીર અને અર્થશાસ્ત્ર - આનો મેળ કેવી રીતે બેસશે ? મહાવીર વીતરાગ છે, તીર્થંકર છે, રાગથી વિમુક્ત છે, તેઓ અર્થશાસ્ત્રની
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org