________________
૫. નિયત સમય પહેલાં સામાયિકની સમાપ્તિ. ૧૦. દેશાવકાલિક વ્રત
મેં છ એ દિશાઓમાં જવાનું પરિમાણ કર્યું છે, તેનો તથા અન્ય વ્રતોની સીમાનો પ્રતિદિન કે અલ્પકાલીન સંકોચ કરીશ. ૧૧.પોષધોપવાસ વ્રત
હું દરેક વર્ષે ઓછામાં ઓછું એક પૌષધ કરીશ. દિવસ-રાત ઉપવાસપૂર્વક સમતાની વિશેષ સાધના કરીશ. હું પૌષધ વ્રતની સુરક્ષા માટે નીચે જણાવેલ અતિક્રમણોથી બચતો રહીશ.
૧. વતી માટે દરરોજ ઓછામાં ઓછું એક સામયિક કરવું આવશ્યક છે. એ શક્ય ન હોય તો દરેક સપ્તાહમાં ઓછામાં ઓછું એક સામાયિક અવશ્ય કરવું- એક મુહૂર્ત (૪૮ મિનિટ) સુધી સમતાની વિધિવત્ સાધના કરવી.
૨. સ્થાન, વસ્ત્ર, પાથરણું વગેરેને જોયા વગર કે અસાવધાનીથી કામમાં
લેવું.
૩. સ્થાન, વસ્ત્ર, પાથરણું વગેરેને રાત્રિના સમયે પૂજા કર્યા વિના કે અસાવધાનીથી પૂજીને કામમાં લેવાં.
૪. દિવસે જમીન ઉપર જોયા વગર અથવા અસાવધાનીથી મળ-મૂત્રનું વિસર્જન કરવું.
૫. જમીન ઉપર રાત્રે પ્રમાર્જન કર્યા વગર કે અસાવધાનીથી મળ-મૂત્રનું વિસર્જન કરવું.
૬. પૌષધોપવાસ વ્રતનું વિધિપૂર્વક પાલન કરવું. ૧૨. યથાસંવિભાગ વ્રત
. હું મારા પ્રાસુક અને એષણીય ભોજન, વસ્ત્ર વગેરેનો યથાસંભવ). સંવિભાગ આપીને સંયમી વ્યક્તિઓના સંયમી-જીવનમાં સહયોગી બનીશ.
1 હું યથાસંવિભાગ વતની અનુપાલના માટે નીચે જણાવેલાં અતિક્રમણોથી બચતો રહીશ.
૧. એષણીય વસ્તુને સચિત્ત વસ્તુની ઉપર મૂકવી. ૨. એષણીય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી. ૩. કાળનું અતિક્રમણ કરવું.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org