________________
વિ.કલ્પયશસૂરીશ્વરજી મ.સા. નિજ સ્વાધ્યાય માટે કરેલ ગુર્જરાનુવાદ પ્રગટ કરવાનો અમૂલ્ય અવસર અમોને પ્રાપ્ત થયો છે. તેની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
આ પૂર્વે પણ પૂ.મુનિશ્રીએ વીતરાગ સ્ત્રોત્રનો અર્થસહિત કાવ્ય અનુવાદ, હરીભદ્રસૂરિ રચિત ષોડ્વકનો ગુર્જરાનુવાદ, જિનભક્તિ ગીતો, સજઝાયો, સંવાદો, મનનીય આત્મચિંતન સુવાક્યો આદિની પુસ્તક રૂપે સંકલના કરી છે. તેમાં લોકોનો સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે.
પ્રસ્તાવનારૂપે ‘હૈયું બોલે છે' લખી આપી. દક્ષિણ કેશરી પૂ.આ.ભ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ અનેક સંદર્ભો સાથે પ્રસ્તાવના લખી આપનાર પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. “ફૂલ નહિ ફૂલની પાંખડી” કંડારી આપી પૂ.આ.ભ.શ્રી વિ.કલ્પયશસૂરીશ્વરજી મ.સા. ગ્રંથનું ગૌરવ વધાર્યું છે.
શ્રુતભક્તિમાં દાનનો પ્રવાહ વધારનાર શ્રુતભક્તો અભિનંદનને પાત્ર છે. અથ થી ઈતિ સુધી સંપૂર્ણ ગ્રંથને સુશોભિત રૂપે તૈયાર કરનાર મુદ્રક સિધ્ધચક્ર ગ્રાફીક્સનું અભિવાદન કરીએ છીએ.
આ ઉપદેશરત્નાકરનો ગુર્જરાનુવાદ પ્રગટ કરવાનો લાભ પણ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આ.ભ.શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના સંયમ શતાબ્દિ વર્ષ એવં દક્ષિણ કેસરી પૂ.આ.ભ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના અર્ધશતાબ્ધિ સંયમસુવર્ણ મહોત્સવ અને મુનિશ્રી કલ્પયશવિજયજી મ.સા.ની ૯૬મી ઓળીના આલંબને મળ્યો છે, તેથી અમો ધન્યતા અનુભવીએ છીએ.
પ્રાંતે બાહ્યપ્રકાશક સૂર્યની જેમ અત્યંતર પ્રકાશક ઉપદેશ રત્નાકરના ગુર્જરાનુવાદના સ્વાધ્યાય વાંચન દ્વારા સૌજન્ય, ઔચિત્ય, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષાદિ ગુણના માલિક બની સહુ કોઈ સન્માર્ગને પ્રાપ્ત કરી શાશ્વતસુખના
ભોક્તા બનો એજ...
અંતરમનીષા...
લી. શ્રી જૈન શ્વેતામ્બર મૂ.પૂ.ટ્રસ્ટ ગાંધીનગર, બેંગ્લોર
36;
18