________________
થાય તો અનેક બાલજીવોને ઉપકારક બની રહે તે માટે પગથી પંગુની જેમ અજ્ઞ એવા મેં અરણ્ય ઉતરવાનો અને મેરૂપર્વત ઉલ્લંઘવાનો પ્રયત્ન શરૂ કર્યો. જે ગુરૂકૃપા-દૃષ્ટિ વિના શક્ય ન બને. જે શક્ય બન્યું છે તે ગુરૂકૃપાના બળે જ શક્ય બન્યું છે.
હું કોઈ વિદ્વાન નથી, લેખક નથી કે કોઈ મોટો કવિ કે શાયર પણ નથી, કરોળિયો જેમ જાળું રચી લે છે. સુઘરી જેમ પોતાનો માળો રચી લે છે. ઉષાકાલનો સૂર્ય જેમ પૃથ્વીને સુવર્ણમય બનાવી દે છે. ચંદ્ર જેમ ચાંદનીને પૃથ્વીપર વેરી રુખ્યમય બનાવી દે છે. તે રીતે કલમરૂપી ઘોડાએ પૃથ્વીરૂપ કાગળપર દોડવા માંડયું અને ગુર્જરાનુવાદ રચાઈ ગયો.
ક્યારેક ક્યારેક વિષમતા આવતી ત્યારે ત્યારે પૂ.ગુ.મ.પાસે દોડી જતો કૃપાવતાર પૂ.ગુ.મ. દીવાદાંડીની જેમ માર્ગદર્શક બની મહાન ઉપકારક બની જતા, શાસન પ્રભાવક વિદ્ધવર્ય પૂ.આ.ભ.મુનિચંદ્રસૂરિ મ.સા. પોતાનો અમૂલ્ય સમય આપી ગ્રંથને આદંત દષ્ટિ પથમાં લાવી યોગ્ય લાગે ત્યાં ત્રુટીને અત્રુટી રૂપ કરી આપવાની કૃપાકરી છે. સાથે પ્રસ્તાવના લખી આપી ગ્રંથનું ગૌરવ વધાયું છે. તે તેમની ઉદારતાની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા સંતોષ અનુભવું
ગ્રંથવાચનમાં અને કઠીન પ્રાકૃત શ્લોકોને બેસાડવામાં સહાયક બનનાર જ્ઞાનરસિક, વર્ધમાન તપ આરાધક, સ્વાધ્યાયમગ્ન લઘુગુરૂબંધુ આચાર્ય અમિતયશસૂરિજી ને કેમ ભૂલાય?
અંતમાં અનેક મહાપુરૂષોએ અનેક ગ્રંથોની રચનાકરી જિનશાસનની સુવાસને પ્રસરાવી છે. તેમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપ, સૂર્ય નહિ તો સૂર્યના એક કિરણરૂપ આ ઉપદેશરત્નાકર' ગ્રંથના ગુર્જરીનુવાદનો સહુજન વાંચન દ્વારા આત્મશ્રેયને સાધે...
એજ અભ્યર્થના ગુરૂ પાદપઘરેણુ...
આ. કલ્પયશ સૂરિ..