________________
ફૂલ નહિ ફૂલની પાંખડી.....
....
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणि न तु कंकणेन, विभाति कायः खलु सज्जनानाम् परोपकारेण न चंदनेन. જીવનમાં ક્યારેક એવી પળ આવતી હોય છે કે ન કલ્પેલી નહિ વિચારેલી અસંભવ વસ્તુ સંભવ બની જાય છે.
મહાજ્ઞાની પરોપકારેક લક્ષી, વિદ્વજ્જનપૂજ્ય મુનિસુંદરસૂરિવિરચિત આ ઉપદેશરત્નાકર ગ્રંથને સંવત ૨૦૫૨ માં મદ્રાસ (ચેન્નઈ) આરાધના ભુવનના ચાતુર્માસ દરમ્યાન, પરોપકારી, વાત્સલ્યવારિધિ, કરૂણાનિધિ, પ્રશાંતમૂર્તિ, નાકોડા અવન્તિ ૧૦૮ પાર્શ્વતીર્થધામ વિક્રમ સ્થૂલભદ્ર વિહાર, શ્રી પાર્શ્વ લબ્ધિધામ, સિધ્ધાચલ સ્થૂલભદ્ર ધામ, શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ, આદિ અનેક તીર્થ, જિનમંદિર સ્થાપક, પ્રેરક, ઉધ્ધારક, લબ્ધિ-વિક્રમ પટ્ટાલંકાર દક્ષિણકેશરી પૂ.ગુરૂદેવ શ્રી આ.ભ.સ્થૂલભદ્રસુરીશ્વરજી મ.સા.ની આજ્ઞા લઈ વાંચન માટે શરૂઆત કરી વાંચતાં વાંચતાં ચંદ્રદર્શને સાગર, મેઘ દર્શને મયૂર જેમ હર્યાન્વિત બને છે અને પોતાની કળા બતાવે છે, આનંદ અનુભવે છે, તેમ હૃદય હર્ષના હિલોળે હીંચવા લાગ્યું. મનમાં વિચાર સ્ફુર્યો કે સંપત્તિ દુઃખમાં કે કોઈ કઠીનાઈમાં સાથ આપતી નથી. સગા, સ્નેહી, સંબંધી સઘળા અશરણભૂત છે. સત્કર્મ સસ્વાધ્યાય પરલોકમાં સાથ આપી આત્મહિતકર બનનાર છે.
પ્રભુવીરનું એક વચન સાંભળી રોહિણીયો ચોર, ચંડકૌશિકાદિ તરી ગયા, જંબુસ્વામિનો ઉપદેશ સાંભળી પ્રભવચોર સંયમી બની ગયા, વિદ્યાચારણમુનિના ઉપશમ, વિવેક અને સંવર રૂપમાત્ર ત્રણ શબ્દથી ચિલાતીપુત્ર સમતાભાવમાં આવી આત્મબાજી જીતી ગયા તો રત્નનીખાણ સમાન આ ગ્રંથમાં ઉપદેશેલા તત્ત્વો... સાધુ વિ.નું યોગ્યાયોગ્યપણું, ગુરૂશિષ્યનું યોગ્યાયોગ્યપણું, ધર્મમાટે કોણ યોગ્ય-અયોગ્ય, ક્રીય-અક્રિય, પ્રમાદિ-અપ્રમાદી, જ્ઞાની-અજ્ઞાની, સમ્યક્ત્વી-મિથ્યાત્વી, ધર્મશ્રવણ યોગ્ય-અયોગ્ય કોણ આદિ અનેક બાબતો, ચાર પ્રકારના ઘડા, લાડુ, શેરડી (ઉસ,ગુન્ના), ગિરિશિખર, નીક, ખારી, કાળી જમીન આદિ અને દૃષ્ટાંતો અને બોધદાયક કથાસભર ગ્રંથનો ગુર્જરાનુવાદ
15 31