________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
સ્વાધ્યાય સમો નથિ તવો
જે સાકરમાં મીઠાશ નહિ તે સાકર કેવી ? જે પુષ્પમાં સુવાસ નહિ તે પુષ્પ કેવું? જે દીપમાં જ્યોત નહિ તે દીપ કેવો ? જે જીવનમાં સ્વાધ્યાય નહિ તે જીવન કેવું? જે આહારથી ક્ષુધા મીટે નહિ તે આહાર કેવો ? જે પાણીથી તૃષા છીપે નહિ તે પાણી કેવું?
જે સ્વાધ્યાયથી મિથ્યાત્વ જાય નહિ તે સ્વાધ્યાય કેવો ? કેવી મજાની વાત કરી છે. આત્મગુણ વિકસાવે, સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે, અને સિધ્ધતાના શિખરે ચઢાવે, તે સ્વાધ્યાય..
તે માટે આ.શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત “ઉપદેશરત્નાકર'ની સાચી વાત કરીએ તો તે ગ્રંથ મિથ્યાત્વને હટાવનાર, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને કર્મનિર્જરા નું પરમકારણ બનનાર, મુક્તિના સોપાન સિધ્ધ કરાવનામહાઉપકારક ગ્રંથ છે. તેનો ગુર્જરઅનુવાદ પ્રગટ કરતાં અતીવ આનંદ થાય છે.
સ્વાધ્યાય એક સાધના છે. સાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માનવજન્મ પામીને સાધન પાછળ દેવદુર્લભ માનવજીવન નિષ્ફળ ન બનાવતાં સાધના દ્વારા જીવનને સફળ બનાવવા એક સ્વાધ્યાય જ અમોધ રામબાણ ઔષધ છે.
સ્વાધ્યાય એટલે બહિર્ભાવ ત્યજી આત્મભાવમાં રમણતા કરવી, બાહ્યદુનિયા વિસરી અત્યંતર દુનિયામાં સંચરણ કરવું, અજ્ઞાન ટાળી જ્ઞાન પ્રાપ્ત કરવું, પ્રમાદટાળી અપ્રમત્ત બનવું, અશુભધ્યાનમાંથી શુભધ્યાનમાં આવવું, કર્મબંધનના નિમિત્તથી છૂટી કર્મનિર્જરાના હેતુમાં આવવું.
જિનેશ્વર ભગવંતે ઉપદેશેલા નવતત્ત્વ, પદ્રવ્ય, લોક-અલોક, સપ્તનય, સપ્તભંગી, નિશ્ચય, વ્યવહાર આદિની વિચારણામાં તન્મય બનવું.
એવા આ આત્મહિતકર, આત્મબોધક ઉપદેશરત્નાકરનો ગુર્જરાનુવાદ અબુધ યાને બાલાજીવો ઉપર ઉપકાર થાય તે હેતુથી દક્ષિણ કેશરી પૂ.આ.ભ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના તપસ્વી, કવિરત્ન,વિનયી શિષ્યરત્ન આ.ભ.શ્રી.