________________
અપરતટ અંશ ૮, પદ્ય ૧૫ થી ૧૮, ૨૯ આ છ પધો “પઉમચરિયંટમાંથી લીધાનું જણાવ્યું છે પણ પાછળના બે (૨૮,૨૯) પદ્યો વર્તમાનમાં પ્રકાશિત પઉમચરિય”માં જોવામાં આવતા નથી.' (વિદ્વાનોએ આ બાબત તપાસ કરવી જોઈએ.)
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરની કૃતિઓનો પ્રારંભ થી થતો હોય છે તેમ આ. મુનિસુંદરસૂરિજીની મોટા ભાગની કૃતિઓ “જયશ્રી’ કે જયસિરિ' થી શરૂ થાય છે. પ્રસ્તુતગ્રંથના અંશો પણ આ રીતે શરૂ થાય છે. આવા “જયસિરિ' થી શરૂ થતાં ૨૪ પધો આ ગ્રંથમાં છે. ટીકાના અંતે ગ્રંથકારશ્રીએ “જયશ્ચડકે શ્રી ઉપદેશરનાકરે' એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો જ છે.
સંતિકર'ની પહેલી ગાથામાં “જયસિરીઈ પદ છે જ. પ્રસ્તુત સંસ્કરણ અનેક રીતે અનોખું છે. આજ સુધી મૂળ ઉપદેશરનાકરની બધી કારિકાઓ કોઈ સંસ્કરણમાં પ્રસિધ્ધ થઈ નથી. અહીં સર્વપ્રથમ ત્રણેય તટો સાથેનો સંપૂર્ણ મૂળ ગ્રંથ ટીકાના અનુવાદ સાથે પ્રસિધ્ધ થઈ રહ્યો છે. અપરતટ સુગમ હોવાથી જો કે ગ્રંથકારે તેના ઉપર ટીકા બનાવી નથી પણ એની કારિકાનો સુંદર ભાવાનુવાદ મુનિરાજશ્રી ચંદનસાગરજી મ. એ કરેલો છે. જો કે અહીં–આપવામાં આવેલ સરલ ભાવાનુવાદ દક્ષિણ કેસરી આ.ભ.શ્રી.વિ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વદ્વર્ય વિનયી શિષ્યરત્ન મુનિશ્રી કલ્પયશ વિજયજીએ કરેલો આપવામાં આવ્યો છે. આમ આ ગ્રંથના પ્રકાશનથી ગુજરાતી ભાષાના જાણકારો પણ ઉપદેશરત્નાકરના પદાર્થોના મર્મને જાણવા ભાગ્યશાળી બને છે. સહુ આ ગ્રંથનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે એ જ મંગળ કામના.
કારતક સુદ ૧૩પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. ના વિનય વિ. સં. ૨૦૫૭ પૂ. મુનિરાજ શ્રી જિનચન્દ્ર વિ. મ.સા. ના શિષ્ય
આ. વિજય મુનિચન્દ્રસૂરિ
આ. 3ૐકારસૂરી ધર્મોધાના
શ્રી વાવપથક જૈન ધર્મશાળા તલેટી રોડ, પાલીતાણા – ૩૬૪૨૭૦
૧. હીરાલાલ કાપડિયાની ભૂમિકા' (પૃ. ૫૩)
(14)
14