________________
૨૨૦] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વટે ગાતે- સાદડી ઉપર બેસે છે. અહીં કર્તાના બેસવાને આધાર કટ છે માટે તે અધિકરણ થયું. ચાલ્યાં તાડુરાન પરિ– થાળીમાં ચોખા રાંધે છે. અહીં ચોખા
રૂપ કર્મને આધાર થાળી છે તેથી તે અધિકરણ થયું અને
અધિકરણમાં સપ્તમી આવે છે. અધિકરણના છ ભેદ છે-૧ વૈષયિક, ૨ પશ્લેષિક, ૩ અભિવ્યાપક, ૪ સામીયક, ૫ નૈમિત્તિક, ૬ ઔપચારિક. - ૧-દે સ્વર્ગમાં રહે છે, મનુષ્યો પૃથ્વી-જમીન-ઉપર રહે છે, અહીં
સ્વર્ગ અને જમીન વૈષયિ. અવિકરણ છે, સ્વગ વિના દેવો બીજે ક્યાંય રહેતા નથી અને માણસ જમીન સિવાય બીજે કયાંય રહેતા નથી.
૨–જે આધારના અમુક ભાગની સાથે જ કર્તાને સંબંધ હોય તે આધાર પશ્લેષિક-પલંગ ઉપર સુએ છે. સુનાર પલંગના અમુક ભાગ સાથે જ સંબંધ ધરાવે છે
૩-આધારના આખા ય ભાગમાં સંબંધ હોય તે આધાર અભિવ્યાપકતલમાં તેલ છે, માખણમાં ઘી છે. તેલ અને ઘી પોતાના આધારના તમામ ભાગ સાથે સંબંધ ધરાવે છે.
૪–જેની સાથે સમીપતાનો સંબંધ હોય તે અધિકરણ સામયિકગંગા નદીમાં ભરવાડની ઝોક-ઘેટાં બકરાંનો વાડો–છે ગંગા નદીમાં તો ડોક હોવાનો સંભવ જ નથી તેથી અહીં ગંગા નદીમાં એટલે ગંગાની પાસે.
૫-જે આધાર નિમિત્તરૂપ હોય તે નૈમિત્તિક-યુદ્ધમાં તૈયાર થાય છે અહીં યુદ્ધમાં એટલે યુદ્ધ માટે.
-જે આધાર માત્ર કાલ્પનિક હોય તે ઔપચારિક-મારી આંગળીના ટેરવા ઉપર ચંદ્ર છે એટલે આંગળીના ટેરવા તરફ નજર કરે તો ચંદ્ર દેખાશે. મે ૨ ૨ ૧ ૦ છે
વિભકિત પ્રગ વિચાર– પ્રથમા–
નાના પ્રથમૈશ-વિદ / ૨ / ૨ / ૩૧ |
નામને પહેલી વિભક્તિ લાગે, જે નામ એક સંખ્યામાં હોય તો હું -લાગે, બે સંખ્યામાં હોય તો ઔ લાગે બેથી વધારે સંખ્યામાં હોય તે અસ લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org