________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
ઉપર નામમાંથી કવિએ પોતે જ કાવ્યમાં સ્પષ્ટપણે આપેલું “ત્રિભુવનદીપક પ્રબંધ' એ નામ જ ચગ્ય છે અને તે જ પ્રચલિત રહ્યું છે.
ત્રિભુવનદીપક પ્રબંધની રચના કવિએ કયા સ્થળે કરી હશે અને તે માટે તેમને કેટલો સમય લાગ્યો હશે તેને કશે નિર્દેશ આ કૃતિમાં નથી. કવિનું વિહારક્ષેત્ર ગુજરાતમાં મુખ્યત્વે પાટણ અને. અને ખંભાતની આસપાસ રહ્યું હતું તે જોતાં ગુજરાતમાં કઈ સ્થળે રહીને આ કૃતિની રચના કરી હશે એવું અનુમાન કરી શકાય છે. - કવિ શ્રી જયશેખરસૂરિએ એક જ વિષયનું નિરૂપણ કરતી બે કૃતિની રચના કરી છે, સંસ્કૃત ભાષામાં “પ્રબોધચિંતામણિ” અને ગુજરાતી ભાષામાં “ત્રિભુવનદીપક પ્રબંધ” આ બે કૃતિઓમાંથી કઈ કૃતિની રચના તેમણે પહેલી કરી હશે તેનું કેઈ નિશ્ચિત પ્રમાણ મળતું નથી, પરંતુ અનુમાન કરી શકાય છે કે તેમણે પ્રથમ “પ્રબોધચિંતામણિીની રચના કરી હશે અને ત્યાર પછી “ત્રિભુવનદીપક પ્રબંધ”. ની રચના કરી હશે. “પ્રબંધચિંતામણિ”ની રચના વિ. સં. ૧૪૬૨માં ખંભાતનગરમાં કરેલી છે. એટલે “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના ત્યાર પછીના તરતના કાળમાં થઈ હશે એમ માનવામાં આવે છે. એમની આ અને કૃતિઓને બાહા દષ્ટિએ તપાસતાં એટલું તરત દેખાય છે કે “પ્રાથચિંતામણિ” સાત અધિકારની અંદર લખાયેલી સુદીર્ઘ કૃતિ છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબ ધ’ ૪૩૨ જેટલી કડીમાં. લખાયેલી, પ્રબંધચિંતામણિ” કરતાં નાની કૃતિ છે.
કવિને એક જ વિષયની બે કૃતિઓની રચના કરવાની શી જરૂર પડી?— એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એ વિશે પણ કોઈ સ્પષ્ટ નિશ એ બેમાંથી કઈ પણ કૃતિમાં થયે નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે સંસ્કૃત ભાષામાં લખેલી “પ્રબંધચિંતામણિ” નામની કૃતિ વિકજનોમાં અને સંસ્કૃતના જાણકાર લોકેમ, એની સુંદર રૂપક
થિને કારણે એટલી કપ્રિય થઈ ગઈ હશે કે સામાન્ય જનની ઈચ્છાને સતેષવા માટે કવિએ ગુજરાતીમાં આ કૃતિની રચના કરી હશે.