________________
૨૧૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ વાજઈ દુંદુભિ અંબરિ તુંબરિ સુર અવતાર, શ્રીપતિ અતિ આદિલ વદિ નેમિકુમાર. પપ હરિખીય ઉગ્રસેન બેટીય ભેટીયલ વર અવરોધ જગગુરુ અમીય સમાણિય વાણીય જન પ્રતિબંધ, ઉપશમ તરુવર રેપઈ લેપ મનસદેહ સુક્તિ તણુઉ પંથ દાખિય પ્રિય ત્રિભુવન રેહ. ૫૬
આમ, આ ફાકાવ્યનું સમાપન કવિ ઉપશમના નિરૂપણ દ્વારા શતરસથી કરે છે.
કવિ જયશેખરસૂરિની આ ફારુકતિ એક સમર્થ કાવ્યકૃતિ છે. શ્રીકૃષ્ણ, નેમિનાથ અને રાજિમતીના પાત્રાલેખન દ્વારા તથા વસંતાગમન, વનવિહાર, જલક્રીડા વગેરેના વર્ણન દ્વારા, યુવતીઓની કીડાઓના વર્ણનમાં શૃંગારરસના નિરૂપણ દ્વારા, જિમતીના આ કંઇમાં કરુણરસના નિરૂપણ દ્વારા અને નેમિનાથના ઉપદેશમાં શાંતરસ દ્વારા કવિ જયશેખરસૂરિએ શબ્દાનુપ્રાસયુક્ત એક મનહર, આસ્વાહ કલાકૃતિની રચના કરી છે. સુપ્રસિદ્ધ ફારુકૃતિ “વસંતવિલાસની યાદ અપાવે એવી આ કૃતિ છે.
દ્વિતીય નેમિનાથ ફાગુ કવિ જયશેખરસુરિયું નેમિનાથ વિશેનું બીજું એક ફારુકાવ્ય પણ મળે છે. આ ફાકાવ્ય “પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયેલું છે.
પ્રથમ કાકાવ્યની જેમ આ દ્વિતીય ફાશુકાવ્યના રચનાકાળ કે રચનાસ્થળને ક્યાંય નિરેશ મળતા નથી, પરંતુ ગુજરાતસૌરાષ્ટ્રના વિહારકાળ દરમ્યાન, પ્રાયઃ ગિરનારની તીર્થયાત્રા પ્રસંગે * જાઓ: “પ્રાચીન ફાગુસગ્રહ સંપાદક છે. સાંડેસરા અને ડે પારેખ, ૫. ર૩૩, સંપાદ નાધે છે: “ચાણસ્માના જ્ઞાનમ હારમાથી જયશેખરસરિત વિવિધ ગુજરાતી રચનાઓની ૨૧ પત્રની એક હસ્તલિખિત પથી પૂ૫ શ્રી રમણીકવિજયજીના સૌજન્યથી મળી છે એનાં પત્ર ૧૬-૧૮ ઉપર જયશેખરસુરિને આ બીજો નમિનાથ ફાગુ' લખાયેલું છે