________________
૨૩૨
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ સરખાપણું છે. પરંતુ આપના ચારિત્રની તેલે તે તેઓ કઈ આવી શકે તેમ નથી.
મોક્ષમાર્ગમાં નારી પગબંધનરૂપ બને છે અને સંતે પણ નારીના આકર્ષણથી પિતાનું ધ્યાન અધૂરું છેડી દે છે. આપના રૂપનું છ રાજાઓ (ઋષિમંડલ) ધ્યાન કરવા લાગ્યા. આપ શિવપુરમાં ગયા ત્યારે બધા આપની પાછળ શિવપુરી તરફ ઉડવા લાગ્યા.
હે મલિનાથ પ્રભુ! આપે ચીની જ્ઞાતિને પવિત્ર અને કૃતાર્થ કરી. આપની ભાવના ભાવતાં ભવ્યજીએ શિવરિદ્ધિને મેળવી છે. અ૫ બુદ્ધિવાન એ હું આપને નમસ્કાર કરું છું. હે દેવ! આપ મને સર્વસારરૂપ ફળ એવી મિક્ષગતિ આપજે.
જૈન શ્વેતામ્બર માન્યતા પ્રમાણે ઓગણીસમા તીર્થકર શ્રી મહિલનાથ ભગવાન સ્ત્રી હતા. (દિગંબરે માને છે કે મલ્લિનાથ પુરુષ હતા.) સ્ત્રી તરીકે માયાદિ કષાયને છતી કર્મક્ષય કરી તીર્થંકરપણું પામવું લગભગ અશક્ય છે. મહિલા વરીએ એ સિદ્ધ કરી બતાવ્યું. એ ઘટના પણ આશ્ચર્યકારક (અચ્છેરા) જેવી ગણાય છે. આ કાવ્યમાં કવિએ મહિલનાથ ભગવાનની સ્તુતિ કરતાં સરસ મૌલિક કલ્પના કરી છે કે મહિના સુભટને આવતા જોઈને આપે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું કે જેથી સ્ત્રીને હણવાનું પાપ તેઓ ન કરે. કવિ બીજ સરસ કલ્પના કરતાં કહે છે કે અન્ય સ્ત્રીએ તે માથે કુંભ ધારણ કરે છે જ્યારે આપે તે પગમાં કુંભ ધારણ કર્યો હતે. (અર્થાત્ પગમાં કુંભનું લક્ષણ-લાંછન હતુ.) વળી કવિએ. મહિલનાથને બિરદાવતાં કહ્યું છે કે આપે તે સ્ત્રીઓની સમગ્ર જ્ઞાતિને પવિત્ર અને કૃતાર્થ કરી છે. આ રીતે આપે મોક્ષમાર્ગ ઉપર સ્ત્રીને પણ સમાન અધિકાર અપાવ્યો છે.
મૌલિક કલ્પનાઓથી સભર અને મહિલનાથને મહિમા ગાતી આ કૃતિ મહિલનાથ વિશેના પાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. '