________________
વિનતી-સંગ્રહ
૩૪૭ રાગદ્વેષરહિતબુદ્ધિવાળા તેઓએ આયુષ્યના તેત્રીસ સાગરોપમ પૂર્ણ કર્યા. તેઓ વિશુદ્ધ ભાવવાળા હતા. હવે તેમને તેરમે ભવ જોઈએ.
જે દિવસે સ્વામી-સેવકભાવ ન હતું, જે દિવસે ગઢમઢ મંદિર કાંઈ ન હતું, જે દિવસે નગર, ગામ કે વિભાગ ન હતા તે દિવસે ભૂમિ ઉપર ઈવાઓ હતા. ત્યાં કુલકર તરીકે નાભિરાજા પ્રસિદ્ધ હતા. તેમનાં ધર્મપત્ની શીલવાન એવા મરુદેવી હતાં. તેમની કુક્ષિમાં અરિહંત પ્રભુને અવતાર હતું. તેમના જન્મથી ત્રિભુવનમાં જયજયકાર થયો.
પૃથ્વીતલ ઉપર નાભિરાજા ધન્ય થયા, કારણ કે તેમના ઘરે શ્રી ઋષભપ્રભુને જન્મ થા.
રૌત્ર વદ આઠમના દિને પ્રભુજી જમ્યા તે જાણે છપ્પન દિક કુમારિકાઓ પોતપોતાના કાર્યો કરવા આવી પહોંચી. મેરુપર્વત ઉપર કરડે દેવતાઓ ભેગા થયા અને તેઓએ ઘણા કેડથી પ્રભુજીને સ્નાન કરાવ્યું.
શ્રી ઋષભકુમારને હાથમાં લઈને ઇન્દ્ર દવે સાથે ચાલ્યા. બહુ ગુણવંત અને વિશાલ બુદ્ધિમાન બાળક એવા શ્રી ઋષભકુમાર પૃથ્વી ઉપર દિવસે દિવસે વધવા લાગ્યા.
દેદીપ્યમાન પારણામાં તેઓ પઢે છે. શત્રુઓના શલ્યને તેઓ હસે છે અને હસાવે છે. પિતાના મેળામાં બેસે છે ત્યારે પિતા અંગેઅંગમાં આલિંગન આપે છે.
ચપલ એવા બાલપ્રભુ લથડતે પગે ચાલે છે, છ ધાવમાતા વડે પાલનપોષણ કરાય છે, અસ્પષ્ટ વચને (કાલીઘેલી ભાષા) વડે તેઓ મોહને વધારે છે. જે દ્રોહ રાખે છે તે એમને ગમતું નથી. તેઓ રસ કરીને દંભ દેખાડે છે, જળથી પૂર્ણ કુંભને ઢળી નાખે છે, દેડતા એવા મૃગની પાછળ દોડે છે, ઊડતા પંખીઓને પકડવા માટે દોડે છે.
તેઓ જે કાંઈ કરે છે તે બધાને ગમે છે, બીજા બાળકો સાથે