________________
૩૪૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ કવિ જયશેખરસૂરિએ શત્રુંજય, ગિરનાર, આબુ, તાગા, પાટણ વગેરે તીર્થોની વારંવાર યાત્રા કરેલી હતી એવું એમની વિનંતીએ વાંચનાં પ્રતીત થાય છે એટલે સંભવ છે કે શત્રુંજયની કઈ યાત્રાના પ્રસંગે સ્થિરતા મળતાં અને ભાદ્યાસ જન્મતાં એમણે તે વિશેની દ્વાત્રિશિકા લખી અને તેવી જ રીતે ગિરનારની યાત્રા પ્રસંગે ગિરનારની ઢાત્રિશિકા લખી હૈય.
૧, તીર્થાધિરાજ શ્રી શત્રુજ્યતીર્થ સ્તુતિગભિતા દ્વત્રિશિકા
આ કાત્રિશિકામાં તીર્થાધિરાજ થવુંજય ઉપર બિરાજમાન પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં આરંભના ત્રણ લેકમાં કવિ આવી સ્તુતિ કરવા માટે પોતાની અલ્પ શક્તિ અને છતાં ઘણું ભક્તિભાવને નિર્દેશ કરે છે. કવિ લખે છે કે “આવી સ્તુતિ કરવામાં મને પ્રેરણા આપનાર તે આપની ભક્તિ જ છે.” જુઓઃ
क्व ते स्तुति ! कुंठितशक्रशक्तिः, क्व चाऽहमज्ञेषु धुरीणरेखः ! स्तुतेमियादेष जनः सुमेरु-मारोढुमुद्यच्छति पगुकल्पः ॥ २ ॥ पर' भवद्भक्तिभरेरितः सन्नव नव' कर्तुमह' यतिप्ये । अत्येति नेतः ! कियतीमपि मां, यतः परप्रेरणयोपलोपि ॥ ३ ॥
જે સ્તુતિ કરવામાં ઇની શક્તિ પણ કંઠિત થઈ જાય છે એવી આપની સ્તુતિ ક્યાં? અને અજ્ઞજનેમાં અગ્રેસર હું ક્યાં ? તુતિના બહાનાથી પાંગળા જે આ જન સુમેરુ ઉપર ચઢવાને ઈચ્છે છે. જેમ પાંગળો મેરુપર્વત ચઢવામાં અસમર્થ છે તેમ હું આપની સ્તુતિ કરવામાં અસમર્થ છું.
[આપની ભક્તિથી પ્રેરિત થયેલો હુ નવી નવી સ્તુતિ કરવા માટે પ્રયત્ન કરીશ. પથ્થર પિતે જઈ શક્તિ નથી, પણ બીજાની પ્રેરણાથી, સહાયથી તે જાય છે તેમ આપની સહાયથી હું સ્તુતિ કરીશ.]