________________
૪૦
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ કવિ શ્રી જયશેખરસૂરિ સમર્થ કવિ હતા, જ્ઞાની હતા, સંયમી, હતા, અને વિશાળ સાહિત્યના રચયિતા હતા. એટલે એમણે રચેલું આ સ્તોત્ર પણ મહિમાવત, નિત્ય સમરણીય બની રહે એ સ્વાભાવિક છે. આ સ્તોત્રમાં સંસ્કૃત ભાષા ઉપરનું કવિનું અસાધારણ પ્રભુત્વ પદ પરે જોવા મળે છે. કવિની રચના લયબદ્ધ અને અલંકારયુક્ત છે. કવિના કહ૫નાવૈભવની પ્રતીતિ અગિયારમા કલેકમાં સવિશેષ આપણને થાય છે. જુઓ:
यत्पदा भोजभजनाय जातत्वरैः । संघसघधन घृष्ट भूषणभरैः ॥ न्यूढमपि रुचिर चिर खूढ रस निर्भरैः । पाणितलमानमभवन्न भो निरः ॥ ११ ॥
પ્રભુજીનાં ચરણકમળને ભજવા જેમને ઉતાવળ થયેલી છે, સંઘના અથડાવાથી જેમનાં આભૂષણને સમૂહ અત્યંત ઘસાઈ ગચેલે છે અને જેઓ લાંબા કાળથી ઉત્પન્ન થયેલા સુંદર ભક્તિરસથી ભરપૂર છે એવા દેવતાઓથી વિશાળ આકાશ પણ હથેલી જેવડું થયું હતું
આ તેત્રરચનામાં કવિએ સમાસને ઉપયોગ કરી, અર્થગર્ભ શબ્દોને પ્રાસાનુપ્રાસની દષ્ટિએ એવી સરસ રીતે પાસે ગોઠવ્યા છે કે જેનું પઠન કરતાં પણ આલા અનુભવાય છે. ઉ. ત., જિ. વિરાજિત, મતિરજિત, ચતુર્માસિકે વાર્ષિકે, નિલયમમલય, જિનમજિતમહજિત-મુદિતદિતમ, સુઘનઘન, ભવભૂરિભય, સમમસમાહિમદધે. કવિનું પ્રશસ્ય શબ્દપ્રભુત્વ અહી નિહાળી શકાય છે. કવિ જાણે કે શબ્દોને યથરછ રમાડતા, લાડ લડાવતા હોય એવું અનુભવાય છે.
અજિત શાંતિ સ્તવન' કવિની પ્રતિભાશીલ રચના છે. માટે જ એને નિત્યસ્મરણ તરીકેને મહિમા આજે પણ એટલો જ રહ્યો છે.