________________
પરિશિષ્ટ
૪૫૧ પ્રભુ વિજયને પ્રાપ્ત કરે છે.
આ લેકમાં ભરતક્ષેત્રના અલંકારરૂપ, દોષરહિત એવી કાશી નગરી છે, એ નગરીમાં ચતુર લેકેના ચિત્તને વિકસિત કરનારું પુણ્ય ઉસિત છે. એ નગરીમાં પરિભકારી વૈરીઓનાં કાલરૂપ, જેમની પાસે રાગરગમાં સુંદર અને ધીર હાથીઓ છે એવા અશ્વસેન રાજા વૈભવ ધરાવે છે. ' ગણના ઘામ સમી, નિર્મળ શીલવાળી, ઉત્તમ છે તપસ્યા જેની તથા જે અશ્વસેન રાજાની રીરન છે એવી વામાવાણી જય પામે. જેમને યતન મહાન લોકે વડે નમનીય છે. ઘણા સુખના વિપાકરૂપ, દશમા સ્વર્ગને છોડીને રાત્રિના વામારણની કુક્ષિકમલને, નિર્મળ એવા કમળને હંસની જેમ તે જિનરાજ સેવવા લાગ્યા.
સુંદર છે રતિ જેની એવી વાયારાણી ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, ફૂલની માળા, સૂર્ય, ચંદ્ર, વજ, કુંભ, પાસવર, સાગર, દેવવિમાન, રતનરાશિ અને અનિશિખા એમ ચોદ સ્વપ્નને રાત્રીમાં જોઈને આનંદને પ્રાપ્ત કરે છે.
નવ માસથી કાંઈક અધિક દિવસ પસાર થયા ત્યારે ઉત્સવના ધામ અને અદ્દભુત ભાવને આપનારા દસમા ભાવમાં શ્રી જિનેશ્વર પ્રભુનો જન્મ થયો. તે પિષ દશમીની રાત્રી અત્યંત અંધકારવાળી હેવા છતાં પ્રભુના જન્મના પ્રભાવથી નિર્મળ અને પ્રકાશિત થઈ
પ્રભુના જન્મસમયે ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં હતું. તે સમયે નગરજને આનુષંગિક દાન આપવા લાગ્યા. જેમ ચક્રવાક પક્ષી સૂર્યને જોઈ આનંદિત થાય છે તેમ લોકે પ્રભુને જોઈ આનંદિત થયા. અધે, ઊર્ણ, તિર્ય, રુચફ પ્રદેશમાંથી આભૂષણથી, અલં. કારોથી સજજ થઈને શુદ્ધ હૃદયવાળી છપન દિકકુમારિકાઓ આવી.
જોજન ક્ષેત્રની ભૂમિને શુદ્ધ કરી, પૃથ્વીને જળકુસુમ વરસાવતી વીજણ, ચામર, દર્પણ અને દીપક લાવી માતા અને કુમારનું સૂતિકર્મ કરી માતા અને પુત્રને શણગારી, પિતપોતાનું કામ