________________
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૨ લેરી, દો દો એ દુંદુભિને અવાજ તથા દે છે એ મનહર મૃદંગને અવાજ, ડાં ડાં ચહ કાં તુમ એ શંખને અવાજ થતું હોય એ રીતે એ અભિષેક સમયે એકી સાથે ભિન્ન ભિન્ન વાદ્યોને નાદ કર્યો.
કેટલાક દેવતાઓ ભક્તિથી સંગીતના સૂર પૂરવા લાગ્યા. કેટલાક પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. કેટલાક દેવતાએ રાસડા રમવા લાગ્યા. કેટલાક આનંદમગ્ન દેવતાઓ પ્રભુના ચરણમાં નમવા લાગ્યા.
આ રીતે તૈયાર કરેલા સુગંધિત જલ વડે સ્નાન કરાવીને ઉત્તમ જાતિનાં કુલે અને અલંકારે વહે પ્રભુની પૂજા કરીને પ્રભુના નામમાં અત્યંત લીન બનેલા દેવે જેમ આવ્યા તેમ ગયા.
ચંદ્ર સમાન નિર્મળ ચિત્તવાળા સૌધર્મેન્દ્ર કાશી નગરીમાં આવીને માતા પાસે પ્રભુને મૂકીને, ધનની વૃષ્ટિ કરીને, સ્વર્ગમાં પોતાને સ્થાને ગયા.
અપરિમિત ગુણવાળા શ્રી પાશ્વપ્રભુને ઈન્દ્ર નાત્ર મહોત્સવ કર્યો, તે જ વિધિ વડે ભવ્યજન! તમે પણ પ્રભુની સ્નાત્રવિધિ કરે.
શેખર સુંદર (એટલે કે મરતકાલકારથી સુંદર, કારણ કે પાર્શ્વનાથ ભગવાનના મસ્તક પર ફણા રહેલી છે) અને દેવતાઓના સમૂહથી અપન કરાયેલા એવા હે... શ્રી પાર્શ્વનાથ પ્રભુ! વિજયવતા વતી ! જય પામ! જય પામ! તેઓ પણ જય પામે કે જેઓએ તે સમયે જે પ્રભુનાં સાક્ષાત્ દર્શન કર્યા છે.
[કલેષથી – જેમણે પિતાની રચનામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેવતા દ્વારા થયેલ સનાત્ર મહત્સવનું સુંદર વર્ણન કર્યું છે એવા શ્રી યશેખરસૂરિ જય પામે, વિજયને પ્રાપ્ત કરે.]