________________
પરિશિષ્ટ નિષ્પાપ એવા શ્રી નેમિનાથ જિનને પૂજે.
કૈલાસ પર્વત પર આનંદથી રહેનારા, પ્રગટ જટાજૂટના અગ્રભાગમાં ગંગાને થિર રાખનારા, અલંકારભૂત, સપથી ભયંકર શરીરવાળા, તથા પાર્વતીથી યુક્ત એવા શંકરને જેમણે જીત્યા છે એવા નેમિનાથ પ્રભુ છે.
જેમને પ્રસન્ન કરવાથી ભક્તોને નિરંતર ભાગો પ્રાપ્ત થાય છે, પ્રૌઢ અટ્ટહાસથી પર્વતને પાડનારા, પ્રણામમાં તત્પર એવા કરે સુભટને દુઃખ પહોંચાડનાર વિષ(કાલકૂટ)ને નાશ કરનાર, ચિરકાલથી કેપિત એવી ચંડીના ચાહુકાર શંકરને બતાવ્યા.
પ્રલયકાળમાં ભૂગલને ઉદ્ધાર કરનારા, ભૂમંડલને ખેંચીને બહાર લાવનારા, દાનવકુળના વિલાસને વિનાશ કરવામાં ચંચલ એવા વિષણુને પણ હું કેવી રીતે સુંદર કહું?
ઘનશ્યામ, અત્યંત વિમૂઢ ગાઢ મહિવાળા, ગર્વની ગ્રંથિવાળા, ગોપીઓને આનંદ આપનારા, નિર્ભય કંસ, અત્યંત ગર્વિષ્ઠ, કાલિયનાગ તથા નરકાસુરના ભુજબલને ભાંગનારા, કુબેરથી નિમિત એવી નવ્યનગરી દ્વારિકામાં નિત્ય વસવા ઇરછનારા કૃષ્ણને વિજય. યુદ્ધની કલામાં નેમિનાથ પ્રભુએ પ્રમાદી બનાવ્યા હતા.
સુવર્ણમય હંસ ઉપર ચઢેલા, જેના દિવસથી સુષ્ટિકાળ અને રાત્રિથી પ્રલયકાળ ગણાય છે એવા, વેદવાણીનાં આશ્રયભૂત એવા બ્રહ્માજીને જેમણે વશ કર્યા, વિષ્ણુના નાભિમાંથી નીકળેલા કમલની કળીમાં નિશ્ચલતાથી રહેનારા એવા બ્રહ્મા, દેના પક્ષપાતી એવા શેષનાગ દંપતી તેને માટે નિરગલ દુગની રચના કરનારા એવા બ્રહ્માને નેમિપ્રભુએ વશ કર્યો.
જેના ચાર મુખના પરિચયથી ચાર વેદ સુરક્ષિત મનહર છે. એવા બ્રહ્માજીને નેમિપ્રભુએ જીતીને લેકસમુદાયને આશ્ચર્યચકિત કર્યો. અત્યંત સુંદર રતિથી શાલિત, ત્રણ ભુવનના વિજયમાં