________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ શરણે જા, જિનમંદિરમાં રહેલા અરિહંત બિંબને ભાવથી નમસ્કાર કર.” પછી શિષ્ય કહે છે કે “અરિહંત પ્રભુનું, સિદ્ધ ભગવત, ક્ષમાધારક સાધુઓનું અને કેવલી-ભાષિત દસ પ્રકારના ધર્મનું શરણ હુ સ્વીકારું છું. વળી લેકમાં કુમતની પ્રરૂપણ કરી હોય, ગુણવ તેના ગુણ ઉપર મત્સર કર્યો હોય, પુણ્યકાર્યમાં અંતરાય અને પાપકાર્યમાં પ્રેરણા કરી હોય, પ્રમાદથી વિકથા કરી હોય તે તે સઘળા પાપકર્મની હું નિંદા કરું છું. વળી મેં જે જે પુણ્યકાર્ય કર્યું હોય તેની અનુમોદના કરું છું ત્યારપછી ગુરુભગવંત શિષ્યને બાર ભાવનાનું સ્મરણ કરવાનું, અશનાદિ ચાર આહારને ત્યાગ કરવાનું અને અંતે પંચ પરમેષ્ઠી નવકાર મંત્રનું મરણ કર
વાનું કહે છે.
આમ, આ લઘુ કૃતિમાં કવિ જયશેખરસૂરિએ સરળ સંસ્કૃત ભાષામાં પ્રાસાદિક શૈલીએ દસ પ્રકારની આરાધના વિશે ગુરુશિષ્યના સંવાદ દ્વારા સંક્ષેપમાં આણક મનુષ્યને ઉપયેગી થાય એવું નિરૂપણ કર્યું છે. નાની કૃતિઓમાં પણ કવિ જયશેખરસૂરિની શબ્દપસંદગી કેવી વર્ણાનુપ્રાસયુક્ત મધુર હોય છે તે “સુકૃતસ્ય કૃત”, “વસનેરશનૈશ્ચ, સંસ્કૃતિસંશ્રિતા, “પ્રકૃતાસુકૃતાન્તરાયતા”, “વિકથાકથિતા” વગેરે શબ્દપ્રયોગોમાં જોઈ શકાય છે.
સંધ સિરિ શ્રી જયશેખરસૂરિએ પ્રાકૃત ભાષામાં જે કેટલીક પ્રકીર્ણ પ્રકારની નાની નાની રચના કરી છે તેમાંની એક સંબંધ સપ્તતિકા “સંબંધ સિરિ”(સંબંધ શતરિકા) નામની રચના છે. આ કૃતિનું નામ સૂચવે છે તે પ્રમાણે “સંબંધ” એટલે કે શમ્યફળ આપવાને માટે તેમાં સિત્તેર જેટલી ગાથાઓનું સંકલન કરવામાં આવ્યું છે.