________________
૪૪૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ લાગતી નથી. આ કૃતિઓ ખરેખર જયશેખરસૂરિની હશે કે સરતચૂકથી એમના નામે ચડી ગઈ હશે તે વિશે પણ કશી માહિતી સાંપડતી નથી. તે સમયના સામયિકના આધારે તેવી માહિતી એકત્ર થયેલી જણાય છે. પરંતુ તેની હસ્તપ્રતે ક્યાં છે તે વિશે કશું જાણવા મળતું નથી. સંભવ છે કે મૂળ લખનારના લખાણમાં જ કાંઈક સરતચૂક થઈ હોય અથવા એ હસ્તપ્રતે આઘીપાછી થઈ ગઈ હોય. જયશેખરસૂરિની મનાતી આ અનુપલબ્ધ કૃતિઓ વિશે ભવિષ્યમાં અધિક અધિકૃત સંશોધન થવાની આવશ્યકતા
ઉપદેશચિંતામણિ જેવા ગ્રંથની રચના જોતા જયશેખરસૂરિ કવિ ઉપરાંત કેવા સમર્થ જ્ઞાની અને તત્વવેત્તા હતા તેની આપણને સહજ પ્રતીતિ થાય છે. પ્રમાણમાં યુવાન વયે એ ગ્રંથની રચના એમણે કરી છે, પરંતુ તે સમયે પણ એમણે જેને શએને કેટલે ઊંડે અભ્યાસ કરી લીધું હશે તે આ ગ્રંથ ઉપરથી જણાય છે. ઉપદેશચિંતામણિ જૈન ધર્મનો એક આકર ગ્રંથ છે એમ કહી શકાય. જૈન ધર્મના કેટલા બધા વિષયો એમણે એમાં સમાવી લીધા છે, તેને વિચાર કરીએ છીએ ત્યારે આપણું મસ્તક એમના તરફ મૂકે છે. શાનું અધ્યયન કરવું, તેની વિગતેમાં ઊતરીને તેની છણાવટ કરવી, તેને પોતાની ભાષામાં પદમાં મૂકવું અને તેમાં તત્વજ્ઞાન, ઈ, કવિતા વગેરેની દષ્ટિએ કેઈ ખલના ન રહી જાય તે જોવું એ ઘણું મોટી વાત છે. સમર્થ પાંડિત્ય અને સમર્થ કવિત્વશક્તિ વિના આવી કૃતિની રચના સંભવી શકે નહીં. આ એક જ કૃતિ જયશેખરસૂરિને જૈન તત્વજ્ઞાનને લગતા સાહિત્યમાં મહત્તવનું સ્થાન અપાવે એવી છે.
સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ છે. જ્ઞાન અને આચારના કેટલાયે વિષયો એવા છે કે જે જીવનમાં જે ચરિતાર્થ ન થયા હોય તે સાહિત્યમાં તે આવે નહીં અને આવે તે ભાવકને એની