________________
૩૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ રાજસ્થાન તઋ એમને વિહાર સવિશેષ રહ્યો હશે. શ્રી જ્યશેખરસૂરિ વિશે ભવિષ્યમાં અપ્રકાશિત હસ્તપ્રતોમાંથી અન્ય સંદર્ભો દ્વારા વિશેષ પ્રકાશ પડવાને સંભવ છે.
- કવિ શ્રી જ્યશેખરસૂરિએ જે કૃતિઓની રચના કરી છે તે જોતાં આપણે તેમને એક મહાકવિતું બિરુદ જરૂર આપી શકીએ. હેમચંદ્રાચાર્યથી ઉપા. ચવિજયજી સુધીના સમયગાળાના તેજથ્વી મહાકવિઓમાં જયશેખરસૂરિને આપણે પ્રથમ સ્થાન આપી શકીએ. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષામાં વિપુલ સાહિત્યની રચના કરી છે. તેવી જ રીતે ઉપાધ્યાય થશેવિજયજીએ પણ સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં ઘણું સાહિત્ય લખેલું છે. એ બેની વચ્ચેના કાળમાં જ્યશેખરસૂરિ એક એવા સમર્થ મહાકવિ જોવા મળે છે કે જેમણે સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યની રચના કરી છે. માત્ર સંસકૃત, માત્ર પ્રાકૃત કે માત્ર ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યની રચના કરનારા જૈન કવિઓ તે અનેક છે, પરંતુ આ ત્રણે ભાષાઓ ઉપર એકસરખું પ્રભુત્વ ધરાવી સાહજિકતાથી, એટલે કે કત્રિમતા કે આડંબરરહિત, સાહિત્યની રચના કરનાર કવિઓમાં જયશેખરસુરિ ઊંચું સ્થાન ધરાવે છે.
હેમચંદ્રાચાર્ય માત્ર કવિ નહોતા. મહાકવિની પ્રતિભા ઘરવવા સાથે તેમણે તત્વચિંતનના ગ્રંથ પણ લખ્યા છે. ઉપાધ્યાય યશવિજ્યજી પણ શ્રેષ્ઠ કવિપ્રતિભાની સાથે પ્રખર તત્વચિંતકની, દાર્શનિક પ્રતિભા ધરાવનાર છે. તેવી જ રીતે જ્યશેખરસુરિમાં પણ એક મહાકવિની પ્રતિભા જેમ જોવા મળે છે તેમ ઉપદેશચિંતામણિ, “પ્રબંધચિંતામણિ, સમ્યકત્વકૌમુદી જેવા ગ્રંથ વાંચતાં એમની ઉત્તમ દાર્શનિક પ્રતિભા પરિચય પણ આપણને થાય છે. શબ્દ ઉપરનું પ્રભુત્વ જેમ હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીમાં જોવા મળે છે તેમ જશેખરસૂરિમાં પણ આપણને જોવા મળે છે. જો કે