________________
ઉપસંહાર આમ, જયશેખરસૂરિનાં જીવન અને સાહિત્ય વિશે ઉપલબ્ધ સમગ્ર સામગ્રી આપણે વિગતે જોઈ ગયા. ત્રીજા પ્રકરણમાં આપણે જોયું તેમ જયશેખરસૂરિના જીવન વિશે અત્યારસુધી અનુપલબ્ધ રહેલી કેટલીક મહત્તવની માહિતી હસ્તપ્રતોમાંથી હવે પ્રાપ્ત થઈ છે. એ પ્રમાણે જ્યશેખરસૂરિના જન્મવર્ષ, દક્ષાવર્ષ અને આચાર્યની પઢવીના વર્ષની નિશ્ચિત માહિતી આપણને સાંપડે છે. એટલે એ વિષયમાં હવે કેઈ અનિશ્ચિતતા રહેતી નથી. તદુપરાંત જયશેખરસૂરિના સંસારી માતાપિતાનાં નામે પણ આપણને સાંપડે છે તથા એમની આચાર્યપદવીના પ્રસંગે પાટણમાં “સંઘાધિપે કરેલા મહેસવની વિગત પણ મળે છે. આમ છતાં જયશેખરસૂરિના જન્મનામ વિશે તથા એમના કાળધર્મના વર્ષ, તિથિ તથા સ્થળ વિશે માહિતી આપણને સાંપડતી નથી.
જયશેખરસૂરિની, ઉપશચિંતામણિ', “સમ્યફવકૌમુદી', “પ્રધ'ચિંતામણિ, ધમ્મિલકુમાર ચરિત્રએ ચારેક કૃતિઓમાં એની રચનાસંવત મળે છે અને એના રચના સ્થળની માહિતી પણ સાંપડે છે, પરંતુ જૈન કુમારસંભવ' જેવા મહાકાવ્ય તથા અન્ય લઘુ કૃતિઓમાં એની રચના સાલ સાંપડતી નથી. જયશેખરસૂરિને સંવત ૧૪૩થી સ. ૧૪૧૨ સુધીને નિશ્ચિત કવનકાળ જાણવા મળે છે. સંભવ છે કે એથી પૂર્વે અને પછી કેટલાંક વર્ષ એમણે સાહિત્યની રચના કરી હશે એ કવનકાળ દરમ્યાન અન્ય કૃતિઓની રચના થઈ હશે એમ સ્પષ્ટપણે જાણી શકાય છે.
શ્રી જયશેખરસૂરિએ કયા કયા સ્થળે ચાતુર્માસ કર્યો હશે તેની નિશ્ચિત માહિતી આપણને મળતી નથી, પરંતુ પાટણ, ખંભાત, આબુ, તારંગા, ગિરનાર, જિરાવલા પાર્શ્વનાથ, શત્રુજય વગેરે સ્થળે તેઓ વિચર્યા હતા એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને