________________
ઉપસંહાર
૪૩૯ “સિદ્ધહેમશબ્દાનુશાસન જેવા વ્યાકરણની રચના, “અભિધાનચિંતામણિ' વગેરે કેશ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' જેવા પુરાણકાવ્યનું સર્જન, ગશાસ્ત્ર જેવા ચાગ વિષયના ગ્રંથની રચના ઈત્યાદિ હેમચંદ્રાચાર્યની બહુમુખી પ્રતિભાને પરિચય કરાવે છે અને એમને એવા ઉચ્ચ સ્થાને બેસાડે છે કે એમની બરાબરી કરવાનું સામર્થ્ય આ ૯૦૦ વર્ષના સાહિત્યના ઈતિહાસમાં બીજા કેઈમાં હજુ આપણને જોવા મળ્યું નથી. ઉપાધ્યાય ચવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક સમર્થ ગ્રંથની રચના કરવા ઉપરાંત ગુજરાતી ભાષામાં શસ, સ્તવન, સઝાય વગેરે પ્રકારની એટલી બધી અને એટલી સમર્થ કૃતિઓ આપી છે કે જે એમને મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના ઈતિહાસમાં ઘણા ઊંચા સ્થાને બેસાડે છે. કવિ જયશેખરસૂરિની ગુજરાતી રચનાઓ આપણને મળે છે, પરંતુ તે ઉપાધ્યાય થશોવિજયજીની સરખામણ, સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ તુલના કરી શકાય એવી તે ન કહેવાય. અલબત્ત એક ત્રિભુવનદીપક પ્રબંધ જેવી રચના જયશેખરસૂરિને મયકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેખું સ્થાન અપાવે એવી છે એમ અવશ્ય કહી શકાશે.
- શ્રી યશેખરસૂરિને વિનતીસંગ્રહ અદ્યાપિ અપ્રકાશિત રહો છે. એ પ્રકાશિત થતાં અને ભવિષ્યમાં એના ઉપર વિવરણવિવેચન થતાં સાહિત્ય જગતને એમની કવિપ્રતિભાના એક વધુ ઉમેષને પરિચય થશે.
શ્રી જયશેખરસૂરિનું કેટલુંક સાહિત્ય હજુ પણ અનુપલબ્ધ રહ્યું છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”, “જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ”, “અચલગચ્છ દિગ્દશન વગેરે કેટલાક ગ્રંથોમાં જયશેખરસુરિની “નલ-દમયંતી ચપૂ”, “દશેખર, “પ્રબંધકેશ” કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ, ન્યાયમંજરી વગેરે કૃતિઓને નિરેશ થયા છે, પરંતુ તે કૃતિઓની ભાળ હજી સુધી ક્યાંયથી