________________
પસંહાર
૪૪૧ પ્રતીતિ ન થાય. “ઉપદેશચિંતામણિ'નું ઝીણવટથી અધ્યયન કરતાં સમજાય છે કે જયશેખરસૂરિ પતે કેવું નિર્મળ અને નિરતિચાર સાધુજીવન જીવ્યા હશે. ૨૨-૨૩ વર્ષની યુવાન વયે, આટલી નાની ઉમરે એમને આચાર્યની પદવી મળી એ જ બતાવે છે કે એમના ગુરુભગવંતને એમનામાં કેટલે બધે દઢ વિશ્વાસ બેઠે હશે! આચાર્યની પદવી મળ્યા પછી પણ એમણે પોતાના ગુરુમહારાજ, વડીલ ગુરુબંધુઓ તથા પિતાના શિષ્યોને કેટલે બધે પ્રેમ મેળવ્યા હશે! એમના વિશે અંજલિરૂપે કાવ્ય લખાયાં છે એ જ એમના પવિત્ર અને ઉદાર વ્યકિતત્વને પરિચય કરાવી જાય છે.
જ્યશેખરસૂરિ ઊંચી કેન્ટિના સાધક પણ હોવા જોઈએ. જૈન કુમારસંભવની ટીકામાં એમના શિષ્ય ધમશેખાગણિએ જે 'નિશ કર્યો છે તે પ્રમાણે તે જ્યશેખરસૂરિને સરસ્વતી વી પ્રસન્ન
થયાં હતાં અને મહાકાવ્ય લખવા માટે પ્રારંભનું પદ પણ આપ્યું " હતું. ઊંચી સાધના વિના દેવીની આવી પ્રસન્નતા સાંપડવી શકથ નથી. જયશેખરસૂરિના સમગ્ર સાહિત્યનું અધ્યયન કરતાં એમની ઊંડી સાધનાની વાત પણ આપણને સમજાય એવી છે.
આપણુ મધ્યકાલીન સાહિત્યના આ ધુરંધર જ્યોતિર્ધરનાં * વિપુલ સાહિત્યનું જેમ જેમ વધુ ને વધુ અધ્યયન આપણે કરતાં જઈએ છીએ તેમ તેમ તેમાંથી નવે નો અર્થ પ્રકાશ આપણને સાંપડતે રહે છે. આવા પરમ વંદનીય આચાર્ય ભગવંત, સમર્થ મહાકવિ અને પ્રખર તત્વવેત્તાનું સાહિત્ય આપણે માટે પ્રેરણાસ્રોત બની રહે એ જ અભ્યર્થના!