________________
અન્ય લઘુ રચનાઓ હાય, વિધિથી અભ્યાસ કરનારને વિદન કર્યું હોય, અપમાન કર્યું હાય અથવા અભ્યાસ કરવાથી અભિમાન આવ્યું હોય. વળી જ્ઞાનાભ્યાસીને વસ્ત્ર, ભજન અને પુસ્તકથી મારી શક્તિ પ્રમાણે સહાય ન કરી હોય તથા જ્ઞાનેપકરણની આશાતના કરી હોય તે સર્વ મિથ્યા થાઓ. ફળની શંકા વગેરે કારણથી શુભ એવા સમ્યકત્વને મલિન કર્યું હોય અથવા જિનેશ્વરનું હર્ષથી પૂજન ન કર્યું હોય તેમજ જિનેશ્વરની આજ્ઞા સારી રીતે પાળી ન હોય. મેં કઈ વખતે ગુરુદ્દવ્ય, દેવકુવ્ય વાપરી લીધું હોય અથવા શક્તિ છતાં નાશ પામતાં તે દ્રવ્યની ઉપેક્ષા કરી હોય તે તે સર્વ દર્શનાચ ૨ વિશેનું મારું પાપ મિથ્યા થાઓ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત ચારિત્રને જે મેં સારી રીતે પાક્યું ન હોય અથવા એકે. નિદ્રય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પચેન્દ્રિય જીની મેં અભિઘાતાદિ દશ પ્રકારે કરીને વિરાધના કરી હોય તે તે ચારિત્રાચાર વિશેનું મારું પાપ વૃથા થાઓ.”
વળી બાલમુનિ કહે છે, ધાદિકથી હું જૂઠું બોજો હોઉં, અદત્ત એવી પારકી વસ્તુ પિતાની કરી ગ્રહણ કરી હોય, મનુષ્ય, દેવ, તિર્યંચ સંબંધી ત્રણ પ્રકારનું મૈથુન સેવ્યું હોય, નવ પ્રકારનાં ધન-ધાન્યાદિક વિશે મમતા કરી હોય તેમજ રાત્રિભેજન ત્યાગના નિયમમાં જે અતિચાર લાગે છે તે સર્વ મિથ્યા થાઓ. શક્તિ છતાં બાર પ્રકારનું તપ કર્યું ન હોય, તેમજ મેક્ષસાધનના ધર્મકાર્યમાં ઉદ્યમ ન કર્યો હોય તે સર્વની હું નિંદા કરું છું.'
શિષ્ય આ પ્રમાણે પિતાના અતિચારની આલોચના કરે છે ત્યારે ગુરુભગવંત તેને કહે છે કે “ભાવથી ધારણ કરેલાં તે વ્રતોને ફરીથી કહે કે જેથી તે વતનું અતિચાર રહિત પાલન કરી શકાય. પ્રાણીઓના અપરાધને સહન કર. સર્વ સાથે મૈત્રીની બુદ્ધિને ધારણ કર ક્રોધને તજી દે અને સમતારૂપી વૈરાગ્યના અમૃતરસનું પાન કરવું અઢાર પામસ્થાનકેને તજી દે અરિહ તેના