________________
અન્ય લઘુ રચનાઓ
૪૧૯ છે તેને વંજુલ વૃક્ષને જેમ સર્પ પી શકતું નથી, તેમ હાથી, શત્રુ, સપ, વૈતાલ, રોગ, અગ્નિ, જળ, ચાર અને બીજા પણ દુર્જને તેને લોપી શકતા નથી.
મહર્ષિ નદિષેણ કવિએ પિતાની “અજિત શાંતિ' રચનામાં પર્વતિથિએ એના પઠન ઉપર જેમ ખાસ ભાર મૂક્યો છે તેમ કવિ જયશેખરસૂરિએ પણ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પર્વના દિવસે આ તેત્ર બલવાને મહિમા ફલશ્રુતિ તરીકે દર્શાવ્યા છે. જુઓ :
पाक्षिके किल चतुर्भासिके वार्षिके । पर्वणि प्रकृतवर पुण्यनर नायके । योऽमुमति सोममति रजित शाति स्तव । पठति निश्रुणोति लभते सुख स ध्रुवम् ॥ १६ ॥
[પાક્ષિક, માસી, અને સંવત્સરી પર્વ કે જેમાં નર અને નરનાયકે એ ઉત્તમ પુણ્ય આરંભ્યાં છે, એવા શ્રેષ્ઠ પર્વમાં જે સૌમ્ય બુદ્ધિવાળા જ આ “અજિત શાંતિ સ્તવને પાઠ કરે છે અને જે સાંભળે છે તે નિશ્ચય સુખ પામે છે.]
છેલા શ્લેકમાં અજિતનાથ અને શાંતિનાથ ભગવાન સંઘને હર્ષ ઉત્પન્ન કરે એવી મંગલ ભાવના કવિએ દર્શાવી છે. જુઓ :
गुणराजिविराजितमरिपुपराजित । मजितशातिजिन युगलमिदम् ॥ મતિ સમાજના સામાનના मुपजनयतु संघस्य मुदम् ॥ १७॥ [ગુણેની શ્રેણીથી સુશોભિત, શત્રુથી નહિ પરાજય પામેલ, અતિ નિર્મળ બુદ્ધિવાળા સભાજનવાળું અને અતિશના પાત્રરૂપ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનનું યુગલ સંઘને સર્વ ઉત્પન કરો]