________________
૩૦૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ પંક્તિઓમાં રહેલું હોય છે.
જૈન સાહિત્યમાં તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવતે અને ત્યારપછી અનેક સમર્થ જ્ઞાની-મહાત્માઓએ પિતાની જ્ઞાનપ્રસાદી આપેલી છે. એવા વિપુલ સાહિત્યમાં કુલકરને પણ એક વિભાગ છે. જૈન સાધુભગવતેમાં નિયમિત વ્યાખ્યાન આપવાની પરંપરા અવિરતપણે ચાલી આવી છે. વ્યાખ્યાનમાં આવા કુલકે, સુભાષિત પ્રકારના લેકે બહુ ઉપયોગી થાય છે, કારણ કે આવા માર્મિક શબ્દોથી શ્રોતાઓના મન ઉપર ઘણી સચોટ અને પ્રબળ અસર થાય છે. એટલા માટે પ્રાચીન સમયમાં સ્વાધ્યાય કરનારા, સાધુભગવતે પાસે જુદા જુદા વિષયના કુલકને સંગ્રહ સચવાયેલે રહે. કુલકસંગ્રહની પ્રાચીન હસ્તપ્રતમાં ક્યાંક ક્યાંક જુદા જુદા વિષયની બે પાંચ હજાર જેટલી ગાથાઓ નવી રચવામાં આવી હોય અથવા સંગ્રહિત કરવામાં આવી હોય એવું પણ જોવા મળે છે.
કુલકને રચનાપ્રકાર એ છે કે જે પ્રકારના રસિક વાચકવર્ગમાં ઝડપથી પ્રચલિત બની જાય છે. એક સ્થળેથી બીજે સ્થળે. ઝડપથી એ ગતિ કરે છે. એટલે કુલકના કલેકેમાં કવિનું કર્તવ છે તેનું બહુ મહત્વ રહેતું નથી, પરંતુ તેનું કવિ બહુ મહત્વનું બની જાય છે. પરિણામે જૈન કુલકસાહિત્યમાં કેટલીયે એવી ગાથાઓ છે જેના કર્તાના નામની આપણને ખબર નથી. વળી ત્યાગી જૈન સાધુ-મહાત્માઓ આવી ગાથાઓ ઉપરના પિતાના કર્તાવના અધિકાર માટે સભાન હોતા નથી. તેઓ તે છૂટે હાથે, મકળા મનથી, જ્ઞાનદાન દેવામાં જ નિમગ્ન હોય છે. એટલે કુલક સાહિત્યમાં એકની એક ગાથા એક કરતાં વધારે કુલકમાં જોવા મળે એમ બનવું સ્વાભાવિક છે.
જૈન કુલકસાહિત્ય, પ્રાકૃત કે અર્ધમાગધી ભાષામાં વિશેષપણે લખાયેલું સાંપડે છે. દાનકુલક, શીલકુલક, તપકુલક, ભાવકુવક, પુણ્ય-પાપમુલક કર્મકુવક, વૈરાગ્ય કુલક, સાધુથ નિયમમુલક,