________________
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ આ કૃતિ કવિ જયશેખરસૂરિની છે એવું આ અંતિમ શ્લેક નઉપરથી પ્રતીત થાય છે. સામાન્ય રીતે આવી લઘુ રચનાઓની બાબતમાં એની ઉપલબ્ધ હસ્તપ્રતિમાં પ્રત્યેક કૃતિને અને “જયશેખરસૂરિકતા એમ સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ કૃતિને અને હસ્તપ્રતિમાં ઈતિ શ્રી પાર્શ્વનાથ કળશ” એટલે જ માત્ર નિશ થયેલું છે, પરંતુ જ્યશેખરસૂરિની અન્ય લઘુ કૃતિઓની સાથે વચ્ચે આ કૃતિ આપેલી કહેવાથી તે જયશેખરસૂરિની કૃતિ છે એમ એના અંતિમ ક્ષેક પરથી જણાય છે. ભવિષ્યમાં અન્ય કેઈ હસ્તપ્રતે મળી આવે અને આ કૃતિની પુપિકાની પંક્તિમાં જયશેખરસૂરિને સ્પષ્ટ નિશ મળે તે આટલી સંદિગ્ધતા પણ ટળે. હાલ તે આ કૃતિ અન્ય કઈ કવિની છે એવું પ્રમાણ ન મળે ત્યાં સુધી યશેખરસૂરિની એ રચના છે એમ માનવું જ વધુ ઉપયુક્ત છે.
(૬) શ્રી બહજિત શનિ સ્તવન કવિ શ્રી જયશેખરસૂરિ એ “શ્રી બૃહદજિત શાંતિ સ્તવન નામની, સંસ્કૃતમાં કરેલી ફ્લેકબદ્ધ રચના મળે છે. અચલગચ્છના કવિઓએ રચેલી “અજિત શાંતિ તવ નામની બે રચનાઓ મળતી હોવાના કારણે શ્રી વીરગણિકૃત “આજિત શાંતિ સ્તવ' કદમાં આઠ કલાક જેટલી નાની રચના હેવાથી તે “લઘુ અજિતશાંતિ સ્તવ' તરીકે ઓળખાય છે અને કવિ શ્રી જયશેખરસુરિકૃત રચના ૧૭ કલેક રટઢી મોટી રચના હેવાથી તે બૃહદાજિત શાંતિ સ્તવ' તરીકે ઓળખાય છે.
જેના વર્તમાન ચાવીસીના ગ્રેવીસ તીર્થકોમાં પ્રત્યેકની સ્તવના જેમાં કરવામાં આવી હોય એવી સ્વતંત્ર રચનાઓ સંસ્કૃત, પાકન. અપભ્રંશમાં અનેક થયેલી છે. વળી જેમાં વીસેચોવીસ તીર્થકરની સ્તુતિ કરવામાં આવી હોય એવી પણ કેટલીક રચનાઓ થયેલી છે. એમાં હેમચંદ્રાચાકૃત “સકલાર્વત તૈત્ર સુપ્રસિદ્ધ છે.