________________
અન્ય લધુ રચનાઓ
૪૧૫ કેટલીક રચનાઓ કે જેમાં પાંચ મુખ્ય તીર્થકર શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીર સ્વામીની તુતિ કરવામાં આવી હોય એવી પણું લખાયેલી છે. “કલાણુ કદ સર્વા સર્વ દટાર વગેરે સંતુતિએ એ માટે સુપ્રસિદ્ધ છે. એક જ તીર્થકરની સ્તુતિ કરતી કેટલીક મહત્વની દીર્ઘ રચનાઓ પણ થયેલી છે, જેમાં શ્રી ઋષભદેવ માટે “ભક્તામર સ્તોત્ર અને શ્રી પાર્શ્વનાથ ભગવાન માટે કલ્યાણ મંદિર સ્તોત્ર અત્યંત સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત બીજા કેટલાંયે સ્તોત્ર જુઠા જુદા તીર્થકરને માટે લખાયેલાં છે, જેની સવિગત માહિતી જૈન સાહિત્યને સંક્ષિપ્તઈતિહાસ', જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ અને જૈન સાહિત્યકા “હદ ઈતિહાસમાં સાંપડે છે. વળી એવી કેટલીયે રચનાઓ પોતપિતાના ગચ્છમાં સુપ્રચલિત બનેલી પણ છે. ઉદાહરણ તરીકે “જીરિકાપલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર' અચલગરછમાં સુપ્રચલિત છે અને નવ મરણમાં તેને સ્થાન અપાયેલું છે
જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં સૂત્ર અને સ્તોત્રના પ્રકારની અનેક કૃતિએ લખાયેલી છે. એમાં કેટલીયે કૃતિને મહિમા આપેઆપ લેકમાં વધી જતો હોય છે. કેટલીક કૃતિઓના સ્મરણથી કે સખપાઠથી લોકોને કે સંઘને ચમત્કારિક લાભ થયા હોવાના પ્રસંગો પણ ઈતિહાસમાં સાંપડે છે. સમય જતાં એવી મહિમાવંત કૃતિઓ પ્રાતઃસ્મરણીય બની જાય છે. જૈનેના જુદા જુદા ગ૭માં આવી કેટલીક કૃતિઓ પ્રાતઃસ્મરણીય બનેલી છે. આવી નવ કૃતિઓના સમહને “નવસ્મરણ” કહેવામાં આવે છે અને કેટલાયે સાધુ-સાધ્વીઓ તથા ગૃહસ્થ આ નવસ્મરણનું રોજ સવારના નિયમિત પઠન કરતાં હોય છે પર્વના દિવસે એવા નવ અથવા એમાંથી કેટલાંક સ્મરણ ઉપાશ્રયમાં ગુરુ ભગવંતના સુખે શ્રવણ કરવાની પરંપરા પણ, ચાલી આવી છે
એ વીસ તીર્થંકરમાંથી કઈ પણ બે તીર્થકરોની એક જ કૃતિમાં એક જ સ્તવમાં સાથે સ્તવના કરવામાં આવી હોય અને એવી રચના