________________
અન્ય લધુ રચનાઓ
૪૦૭, પર્વ તણું ત્રીજ, ચોથ, પાંચમ, ટાળી અને દિવસે પર્વબુધે તપ કીધુ હોય, અનેરું જે કઈ જિનવચન વિરાણું હોય અનેરો સમ્યફત્વ વિષે પક્ષ દિવસમાંહે જિકે કોઈ સુક્ષમ, બાર, અતિચાર જુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
જનમની વિવિધ શાખાઓમાં પ્રતિક્રમણ વગેરે વિધિમાં કેટલેક ફરક જોવા મળે છે. સામાયિક, ચૈત્યવંદન, દેવવંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ એક પ્રકારની સામાચારી છે. સમાચારીમાં વખતોવખત ફેરફાર થતા રહે છે. સમર્થ પૂર્વાચાર્યો પિતાના દેશકાળને અનુલક્ષીને જે એમાં ફેરફાર કરે છે તે વિશાળ અનુયાયી વર્ગ તેને અનુસરે છે. પ્રતિક્રમણની ક્રિયામાં વિધિપક્ષ (અચલગચ્છ) અને તપગચ્છના અતિચારમાં કેટલેક તફાવત જોવા મળે છે. ભાગવાન મહાવીરે ગૃહસ્થાને માટે જે બાર વ્રતને ઉપદેશ આપ્યો છે તે બાર વતેમાં અદ્યાપિ પર્યત કઈ જૂનાધિકતા થઈ નથી એટલે કે બારને બદલે અગિયાર કે તેર વ્રતની વાત ક્યારેય થઈ નથી. પરંતુ પૂર્વાચાર્યોએ સૂત્રમાં લખેલા વ્રતના અતિચારનું ગદ્યમાં અવતરણ કરવામાં ગચ્છ કે સમુદાય અનુસાર કેટલેક ફરક અવશ્ય જોવા મળે છે. કેઈ એક વ્રતના અતિચારને સરખાવવાથી આ તફાવત સ્પષ્ટ થશે. ઉદા. તરીકે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત લઈએ. એના અતિચાર અચલગચ્છના જયશેખરસૂરિ અનુસાર નીચે પ્રમાણે છે:
પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત નવવિધ બિત્ત, ધર, હદ, વાઢિય, વિય, ધણ ધન, હિરણ, સુવર્ણ અઈ પરિમાણું, દુ૫ય ચઉપ્યમિય નવવિહ પરિગ્રહ વચંતુ એ પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતતણાં પાંચ અતિચાર શોધું. પિત્તવત્થપમાણુઈકમે, હિરણ સુવપણ૫માણ ઈકમે, ધણધન પમાણઈક્રમે, પયચઉ૫યપ્પમણુ ઈકમે, કુવિય૫માણઈકમે, ક્ષેત્રવાસ્તુ, હિરણ, સુવણણ ધણ ધાન્ય દ્વિપદ ચતુપદ, રીછ પીછ તણે પ્રમાણુતિક્રમ કીધે હેય