________________
કલર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ સમુદાયને “કુલકકહેવામાં આવે છે.
કુલક શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કેશમાં આપવામાં આવ્યા છે. તે અનુસાર કુલક એટલે (૧) સારા કુટુમ્બને, (૨) સમુદાયના ઉપરી, (૩) વિશિષ્ટ કુલના સમર્થ કલાકાર, (૪) કીડીઓને રાફડે, (૫) સંગ્રહ, (૬) આઠ ગ્લૅકને સમુદાય, (૭) પાંચથી પંદર સુધીના લેક પરસ્પર અનુક્રમે એવી રીતે સંકળાયેલા હેય જેમાં વ્યાકરણની દષ્ટિએ માત્ર એક જ વાક્ય રહેલું હોય. આમ કુલક શબ્દના જુદા જુદા અર્થ થાય છે. સાહિત્યમાં કુલક શબ્દનો અર્થ થાય છે – “એક જ વિષય ઉપરનાં પાંચ અથવા આઠથી વધુ કલેક કે ગાથાને સમુદાય.”
સંસ્કૃત “કુલક” શબ્દ ઉપરથી પ્રાકૃત કુલય’ શબ્દ આવેલ છે અને જૈન પ્રાકૃત સાહિત્યમાં કુલક” અથવા “કુલય” શબ્દ સારા પ્રમાણમાં વપરાયેલે જોવા મળે છે.
કુલ અથવા કુટુમ્બના જુદા જુદા સ મળીને એક સમુદાય થાય છે, પરંતુ દરેક વ્યક્તિનું પિતાનું સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત, અસ્તિત્વ અને વ્યક્તિત્વ હોય છે. એથી તેના ક્રમમાં ફેરફાર કરવાથી ખાસ કાંઈ ફરક પડતું નથી, જેમ કે “માતાપિતાને બદલે પિતામાતા” બેલીએ અથવા ભાઈ-બહેનને બદલે “બહેન-ભાઈ” બાલીએ અથવા “દીકરાદીકરીને બદલે દીકરીદીકરા બેલીએ તે અથની દૃષ્ટિએ કાંઈ ફરક પડતું નથી. એવી જ રીતે કુલકમાં પ્રત્યેક કલેક અથવા ગાથા સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત હોય છે. એટલે ગાથાઓને કમ આગળપાછળ કરવાથી ખાસ કઈ ફરક પડતો નથી, કારણ કે પ્રત્યેક ક્ષેક અથવા ગાથામાં એક સ્વતંત્ર વિચારબિંદુ હોય છે. જેમ કુટુમ્બનાં સભ્યોને વય અથવા જાતિ કે એવા કઈ ક્રમાનુસાર ગોઠવી શકાય છે, તેમ કુલકના શ્લોકને અથવા ગાથાને પણ કઈક ક્રમાનુસાર ગોઠવી શકાય છે. પરંતુ એ ક્રમ હંમેશાં એ જ પ્રમાણે આવ જોઈએ કે રહેવો જોઈએ તે અનિવાર્ય નથી.