________________
૪૦૨
મહાકવિ શ્રી જયરોખરસુરિ-ભાગ ૨ ત્યારપછી તે જે હાથમાં ખાવાનું કે તે તે ક્રિયા અતિચાર છે અને ખાવાનું મોઢામાં મૂકી ખાઈ જાય તે તે અનાચાર છે, વતભંગ છે. વ્રતભંગ ન થાય એ માટે આગળના ત્રણે તબક્કા ઉપર અને તેમાં પણ અતિચાર ઉપર વિશેષપણે ભાર મૂકવામાં આવ્યો છે જેથી વ્યક્તિ વતભંગમાંથી બચી જાય. અલબત્ત, કેટલીક ક્રિયાઓમાં અતિચાર અને અનાચાર વચ્ચે બહુ ફરક રહેતો નથી, માટે કેટલાક અતિચાર અનાચારરૂપ હોય છે.
જૈન શાસ્ત્રકારોએ સાધુ-સાધવી છે માટે તેમજ ગૃહસ્થ માટે જુદા જુદા અતિચાર લખ્યા છે. એ અતિચારમાં પણ રોજેરોજ દિવસ-રાતના ચિંતન માટે સંક્ષેપમાં અતિચાર રાખ્યા છે અને પર્વ તિથિ [પાક્ષિક, માસિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પર્વતિથિ) માટે બૃહદ્ અતિચાર લખ્યા છે.
જૈનધર્મની વેતામ્બર અને દિગમ્બર એવી બે મુખ્ય પરંપરા છે, તથા વેતામ્બરમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી એવી વિભિન્ન શાખાઓ છે. મૂર્તિપૂજકમાં તપગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ એવા વિવિધ ગચ્છે છે. આમ વિભિન્ન શાખાઓ અને ગછના પૂર્વાચાર્યોએ પિતપોતાની શાખા-પ્રશાખાના અનુયાયીઓ માટે પિત પિતાની શૈલીથી સૂત્રો અને અતિચારેની રચના કરેલી છે. સૂત્રો પ્રાયઃ અર્ધમાગધી ભાષામાં કે સંસ્કૃતમાં છે. પંદરમાસેળમા સૈકાની આસપાસ તત્કાલીન લોકભાષા [એટલે કે જૂની ગુજરાતી ભાષાને લક્ષમાં રાખી તેઓએ અતિચાર જૂની ગુજરાતી ભાષામાં ગવમાં લખેલા છે.
વિભિન્ન શાખાઓના જે અતિચાર મળે છે તેમાં વિધિપક્ષ અચલગચ્છના કવિ શ્રી જયશેખરસૂરિએ પણ શાસ્ત્રાનુસાર ગુજરાતી ગદ્યમાં અતિચાર લખ્યા છે. એ અતિચાર સંક્ષેપરૂપે અને બૃહદરૂપે એમ બંને રીતે ઉપલબ્ધ છે. વસ્તુતઃ બૃહદ અતિચારમાં સક્ષિપ્ત અતિચાર સમાવિષ્ટ જ છે. આ બૃહદ અતિચાર કેવા છે અને તેની