________________
-અન્ય લઘુ રચનાઓ
૩૮૭ સોળમા સૈકામાં લખાયેલી આપણને મળી આવે છે. આ બધી કૃતિઓમાં સમયાનુક્રમની દૃષ્ટિએ જોઈએ તે સૌથી પ્રથમ કૃતિ જયશેખરસુરિની જણાય છે. એથી પૂર્વેની “સમ્યફવ કૌમુદી' નામની કઈ કૃતિ હજુ સુધી ઉપલબ્ધ જણાતી નથી. જો કે સમ્યકત્વને વિષય એટલે પ્રાચીન છે કે આ નામની અન્ય કઈ કૃતિ સાંપડે તે તે સ્વાભાવિક છે. વળી સમ્યકત્વને વિષય એ પાયાના સિદ્ધાંતને 'વિષય હેવાથી એના વિશેનું સાહિત્ય અન્ય નામથી પણ પ્રાચીન સમયમાં ઉપલબ્ધ રહ્યું છે.
કવિ જ્યશેખરસૂરિએ આ ગ્રંથની રચના ગદ્યપદ્યમાં કરી છે અને તેનું શ્લેકપ્રમાણ કૃતિને અંતે જણાવ્યું છે તે પ્રમાણે ૯૭ જેટલું છે એના ઉપર ખરતરગચ્છના કવિ ગુણવિનયે ટીકા લખેલી છે.'
કવિ શેખરસૂરિને જન્મ વિ. સં. ૧૩૯૮માં થયો હતે. એટલે આ કૃતિની રચના એમણે ૧૯ વર્ષની ઉંમરે કરી છે. વિ. સં. ૧૪૩૬માં “ઉપદેશચિંતામણિ જેવો આકરગ્રંથ એમણે લખે તે પછી એકવીસ વર્ષે આ ગ્રંથની રચના કરી છે.
કવિ જયશેખરસૂરિએ આ કૃતિના અંતિમ કલેકમાં પિતાના નામ અને કૃતિની રચનાતાલને નિર્દેશ કર્યો છે. વળી, હસ્તપ્રતમાં સંખ્યાને પણ ઉલ્લેખ થયો છે એટલે કૃતિની રચનાસાલ વિશે કઈ સ હ રહેતા નથી. એમણે કયા સ્થળે રહીને રચના કરી હશે તે વિશે હજી સુધી માહિતી મળતી નથી.
કવિ જયશેખરસૂરિકૃત “સમ્યકત્વ કૌમુદી' નામની આ કૃતિ હજી સુધી અપ્રકાશિત રહી છે. એની એક હસ્તપ્રત અમદાવાદના સંવેગી ઉપાશ્રયમાં ઉપલબ્ધ છે. (નં. ૩૪૩૧)
કવિએ આ ગ્રંથની શરૂઆત વર્ધમાન સ્વામીને નમસ્કાર ૧ જુઆ. ગુણવિનયકૃત નવદવદતી પ્રબ ધની પ્રસ્તાવના, લે સ. ડે. રમણ
લાલ શાહ.