________________
-૩૮૨
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ ૩. શ્રી મહાવીર જિન સ્તુતિગતિ કાત્રિ શિકા
શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ માટે લખાયેલી આ કાત્રિશિકા અગાઉની બે ઢાત્રિશિકા કરતાં જુદી છાપ પાડે છે. આમાં કોઈ -તીર્થના મહિમાનું વર્ણન નથી. ભગવાન મહાવીર સ્વામીના ગુણ-લક્ષણને કવિએ સરસ રીતે બિરદાવ્યાં છે. આ કાત્રિ શિકામાં કવિએ જેમ અર્થની દષ્ટિએ સ્વયંપર્યાપ્ત એવા લેકની રચના કરી છે. તેમ પિતાના ભાવ કે વિચારને અભિવ્યક્ત કરવા માટે કયાંક સળંગ બે કલેક અથવા ત્રણ કલાક અથવા સળંગ ચાર કે પાંચ
કને પણ ઉપયોગ કર્યો છે. પદ્યરચના અને શબ્દ ઉપરના કવિના પ્રભુત્વની એ પ્રતીતિ કરાવે છે. છઠ્ઠા અને સાતમા કલેક યુગ્મ, આઠમા અને નવમા કલાકનું યુગ્મ, અગિયારમા અને બારમા લેકનું ચુમ, એકવીસથી વીસ સુધીના ચાર કલેકનું “કલાપકમ' તથા ચૌદથી અઢાર સુધીના પાંચ કલોકનુ કુલકમ” એવી રચના કવિએ આ ઢાત્રિ શિકામાં કરી છે.
છઠ્ઠા અને સાતમા કલેકના યુગ્મમાં કવિએ ભગવાન મહાવીર સવમી માટે કેવા કેવા વિવિધ વિશેષ પ્રજ્યા છે તે જુઓ :
अहोनिरासं करुणानिवास, ससवर साररमाविलासम् । आयासदूर महिमोरुपूर, सन्देहमन्देहसमूहसूरम् ।। ६॥ असंपराय नवहेमकायं, विभिन्नभावारिवलं विमायम् । महोमहोल्लासभव भवन्त, सन्तो नमन्तो मुदमावहन्ति ॥ ७ ॥
[ ] [પાપને દૂર કરનાર, દયાના ઘર, સંવર સહિત શ્રેષ્ઠ લક્ષમીના વિલાસ સ્વરૂપ (આયાસ), ખેદથી રહિત, મહિમાના વિશાલ પૂર સમાન, સંદેહમુકત, મૂર્ણ સમૂહને સમજાવવામાં પંડિત સમાન, પુનર્જન્મરહિત, નવા સેના સમાન કાયાવાળા, ભાવશત્રુને નાશ કરનાર, માયારહિત, તેજથી મહાન, ઉલાસને જન્મ આપનાર,