________________
૩૮૪.
મહાકવિ શ્રી જયરોખરસૂરિ-ભાગ ૨ અહંકારને સંહાર કરવામાં તત્પર એવી સંગમ કરવામાં દેવમાયા તુલ્ય સિદ્ધ એવી રમણીઓ ઉપર હે વિભુ! આપ રાગવાળા ન થયા.]
કવિની અન્ય કાત્રિ શિકાઓની જેમ આ દ્વાત્રિશિકા પણ રૂપકાદિ અલંકારથી પ્રચુર છે. એવી પિતાની ગંભીર વાણી વડે કવિ. ભગવાન મહાવીર સવામીનાં ચરણકમળની સેવા પિતાને જ જન્મ મળે એવી ભાવના વ્યક્ત કરે છે. કવિએ વૃક્ષ અને પક્ષીનું રૂપક પ્રજીને પિતાની ભાવના ચિત્રાત્મક શૈલીએ દર્શાવી છે. જુઓ:
कामो न कामे न चिर रिसा, महे महेलामु ममावहेला । विहंगमोह' समयद्रुमे ते, भवामि मे केवलमेवमीहा ।। ३१ ॥
મને કામમાં પ્રીતિ નથી, લાંબા કાળ સુધી સંસારમાં રમવાની ઈચ્છા નથી. મને સ્ત્રીઓ પ્રત્યે અનાદર છે. તમારા સમયરૂપી. (શાસનરૂપી) વૃક્ષમાં હું પક્ષી બનું-કેવલ એ જ મારી ઈચ્છા છે.
આમ ત્રણે કાત્રિ શિકાઓમાં કવિ શ્રી જ્યશેખરસૂરિ તીર્થંકર પરમાત્માની હતુતિ કરે છે અને કયારેક પ્રાર્થનારૂપે, તે કયારેક ઉપાલંભરૂપે પરમાત્માને વિનંતી કરતાં, પરમાત્માના ચરણની સેવા પિતાને મળી રહે અને મેષગતિ માટે પોતે અધિકારી બને તેવી. ભાવના વ્યક્ત કરે છે. ઉપજાતિ છધમાં લખાયેલી આ ત્રણે દ્રાવિશિકાઓમાં કવિ જયશેખરસૂરિનાં અસાધારણ પાંડિત્ય અને કવિત્વના જેમ દર્શન થાય છે તેમ એમના ઉચ્ચ જ્ઞાન અને ભક્તિભાવનાં પણ દર્શન થાય છે.
સંસ્કૃત સાહિત્યમાં દ્વિત્રિશિકાઓના ઈતિહાસમાં કવિ શ્રી જ્યશેખરસૂરિકૃત આ “કાત્રિ શિકાત્રથી પણ સીમાચિહનરૂપ બની ગઈ છે.