________________
co
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ રૂપક અને ઉભેક્ષા અલંકાર કવિને અત્યંત પ્રિય છે. કવિની વાણુ સહજ રીતે રૂપકાદિ અલંકાર સહિત વહે છે. કવિ કલેક બાર, તેર અને ચૌદમાં તે ઉપરાઉપરી રૂપકે પ્રયોજતા જાય છે. જુઓ पपात पूरे पतितं यदीये, त्रिलोकमतर्मववाद्धि तस्यां । कृष्णानुजः कृष्णतनुश्च कृष्ण-चित्रोऽभवस्त्व प्रमदापगायाम् ॥१२॥ भवन्मतेन्दोमम हृच्चकोरे, शमामृतं साधुहित पिपासौ । अदनविश्रोतसिकामरेखा, सैषान्तरुथाय करोति विघ्नम् ॥ १३ ॥ नीत फलाशा मम चारुचेतः क्षेत्रे त्वदाज्ञामृतसारणीभिः । कुतोप्युपेतो बत बोधिबीजम् , प्रमादकोलः सकलं निहन्ति ।। १४ ॥
[આ સંસારરૂપી સમુદ્રમાં આ ત્રિલોક પડી ગ છે, પરંતુ પ્રમદારૂપી નદીમાં તમે કૃષ્ણના નાનાભાઈ, કૃષ્ણ શરીરવાળા, કૃષ્ણ ચિત્ર થયા અર્થાત્ તમે તેમાં ન હૂખ્યા પણ તરી ગયા. આપના મતરૂપી ચંદ્રના સારા અને હિતકર શમામૃતને પીવાને માટે ઈચ્છાવાળા આ હદયરૂપી ચકોરને આ અજ્ઞાનરૂપી મેઘપંક્તિ આ અતરમાં ઉત્પન્ન થઈને વિન કરે છે. મારા સુંદર ચિત્તરૂપી ખેતરમાં વપન કરેલ છે બેધિબીજ તે આપની આજ્ઞારૂપી અમૃતની નીકથી ફળની આશાને પ્રાપ્ત કરે છે, પરંતુ ક્યાંકથી આવેલ આ પ્રમાદરૂપી સૂકર બધાને હણી નાખે છે]
કવિની વાણી ક્યારેક ઉપાલંભનુ રૂપ પણ ધારણ કરે છે. નેમિનાથ ભગવાને કામરૂપી શત્રુને વિવશ કર્યો છે તે તેઓ તેવી કળા પિતાને પણ કેમ શીખવતા નથી એ પ્રભુને ઉપાલંભ કવિ -એક નહીં પણ ત્રણેક શ્લોકમાં દર્શાવે છે. જુઓ :
युधि त्वया त्रासित एप कामो, मच्चित्तदुर्ग विवशो विवेश । तत्रापि वीरस्त्वमुपागतोऽसि, तद्रय करममु निगृह्य ।। १९ ।। अपायतः पासि कथ त्रिलोक-मोकस्तवैवातिकृश' भृशं सः । मच्चेत एतत्त्वयि मध्यगेपि, यत्साम्प्रत लुम्पति कामचौरः ॥२०॥