________________
૩૭૮
મહાકવિ જયશેખરસૂરિ-ભાગ ૨ અધન્ય છે, છતાં બંને કૌશિકપણને પ્રાપ્ત કરે છે. (કૌશિક શબ્દના બે અર્થ થાય છે. જેઓ ધન્યતા મેળવે છે તેઓ વર્ગમાં કૌશિક એટલે કે ઈન્દ્ર બને છે અને અન્ય કે સામાન્ય પર્વતના શિખર પર કૌશિક એટલે કે ઘુવડ બને છે.)
આ દ્વાર્વિશિકાના ઉત્તર ભાગમાં કવિ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં પિતાની મોક્ષગતિની પાત્રતા ક્યારે થશે એ વિશે વિવિધ દષ્ટાંતે સહિત પ્રશ્ન કરે છે અને અંતિમ લેકમાં કલેષથી પિતાના ગુરુ અને પિતાનું નામ વણી લઈને પ્રભુ પાસે. એમના ચરણકમલની સેવાની, શરણાગતિની યાચના કરે છે ?
एवं सर्वसुपर्वसंहतियुत श्रीमन्महेन्द्राचित । श्री शत्रुञ्जयशेखर । प्रियकर | श्रीमद्युगादीश्वर । वाचो मार्गमुपेतया स्तुतिमिषाच्वेतः स्थभक्तयाऽनया, चेत्तुण्टोसि तदा सदा निजपदाभ्यणे स्थिति देहिमे ॥ ३२ ॥
[આ સર્વ દેના સમૂહથી યુક્ત, દેવેન્દ્રથી અચિંત શ્રી. શત્રુ જ્યના મુગટ સમાન, હે પ્રિયકર યુગાદીશ્વર! સ્તુતિના બહાનાથી વાણુરૂપી માર્ગ પર મારા ચિત્તમાં આવેલી ભક્તિ વડે જો આપ પ્રસન્ન છે તે મને હમેશાં આપના ચરણકમળની પાસે નિવાસ આપે.]
૨. શ્રી ગિરનાર તીર્થ સ્તુતિગર્ભિતા ત્રિશિકા
ગિરનાર તીથની સાથે ભગવાન નેમિનાથનું નામ વિશિષ્ટ રીતે સંકળાયેલું છે. નેમિનાથ ભગવાન ગિરનાર પર્વત પર નિર્વાણ પામ્યા હતા. વર્તમાન ચોવીસીના તીર્થકોમાં મહિલનાથ ભગવાનને (મલિવરી)ની જેમ નેમિનાથ ભગવાન પણ બળ બ્રાચારી હતા. એટલે કવિએ આ ઢાત્રિ'શિકાના પ્રથમ શ્લેકમાં જ ગિરનાર પર્વત અને કામદેવને જીતનાર નેમિનાથ ભગવાન એ બનેને માટે સરસ