________________
અન્ય લઘુ રચનાઓ
આરંભમાં કવિ શત્રુંજય પર્વતને મહિમા બતાવતાં એક અપેક્ષાએ મેરુ પર્વત કરતાં પણ તેને ચઢિયાતે દર્શાવે છે. જુઓઃ सुपर्वशैलादपि पर्वतोऽय, स्वामिन्महीयानिति मे वितर्कः । नो चेदवापुः किमु मक्षु मोक्ष', मुमुक्षुवोऽमुष्य शिरोधिरुहय ? ॥६॥
(હે સ્વામી! આ પર્વત મેરુપર્વત કરતાં મહાન છે એમ મારે વિતર્ક છે. એમ ન હોત તે મુમુક્ષુઓએ આ ગિરિરાજ પર ચઢીને શીધ્ર મેક્ષ કેવી રીતે પ્રાપ્ત કર્યો?
સિદ્ધાચલ તીર્થાધિરાજ ઉપર અનેક મહાત્માઓએ મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. પર્વત ભારે હોવા છતાં સંસારસસુત્ર તરી જવામાં સહાયરૂપ છે એ વિશે કવિએ નીચેના કમાં સરસ કવિવમય વિરોધાભાસ દર્શાવ્યો છે :
अमु' महद्भयोऽपि महान्तमद्रि, श्रयन्ति महात्म्यघना जनाये । भवाब्धिमस्ताधमदृश्यपार, तरन्ति ते मंक्षु तदीश चित्रम् ॥ १० ॥
[મહાન કરતાં પણ મહાન એવા પર્વતને જે મહાન વ્યક્તિઓ આશ્રય કરે છે તેઓ શીધ્ર સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. આશ્ચર્યની વાત એ જ છે! કારણ કે ભારે વસ્તુ સાથે હોય તે સમુદ્રમાં બૂડી જવાય, પશુ આ તે ભારે પવન હોવા છતાં લેકે તે તારે છે]
કવિએ કઈ કઈ શ્લોકમાં અહીં લેવાલંકારથી તીર્થને મહિમા દર્શાવ્યું છે. ઉ.ત, નીચેના કમાં કૌશિક શબ્દ પર લેષ રહે છે. જુઓઃ
केचित्तवोपास्तिविधौ प्रमोद', परे प्रमाद च दधत्यऽधन्याः । द्वयेऽपि ते कौशिकता लभन्ते, स्वर्गे विनैन गिरिमद्रिदुर्गे ॥२०॥
[આપની ઉપાસનાના કાર્યમાં કેટલાક આનંદ ધારણ કરે છે. તેઓ પણ ધન્ય છે અને બીજા જે પ્રમાદને ધારણ કરે છે તેઓ