________________
૩૬૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ રેખા પ્રમાણે નિશ્ચલ થઈને જેના વડે સંઘને ઉત્સાહ સારી રીતે જોવાય છે. એવા માળીઓ અને પક્ષીઓ જેઓ આપના ભવનમાં વાસ કરે છે તેઓ અધિક ગુણવાન (પુણ્યશાળી) છે.
જગતને ઘેર પાપરૂપી કાદવના સંકટમાં પહેલા જાણીને બચાવવા માટે દોરડા સમાન આપની વાણી તેઓના ઉદ્ધાર માટે થાય. છે. જેમણે શ્રી ઋષભ પ્રભુનાં દર્શન કર્યા છે તેઓનાં નવ કેટિનાં [મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું] પાપના તાપને અવશ્ય નાશ થાય છે.
શ્રી શત્રુંજય તીર્થ વિશેની આ લઘુ વિનતીમાં કવિએ અનુક્રમે શત્રુંજય તીર્થના ક્ષેત્રને, શેત્રુંજી નદીના સ્થાનને, ડુંગર ઉપર ચડવાને અને આદિનાથ ભગવાનનાં દર્શનને એમ આનંદ વ્યક્ત. કર્યો છે. છેલ્લી કડીમાં કાદવરૂપી સંકટમાં પડેલા જગતને બચાવવા માટે પ્રભુની વાણી દોરડાનું કામ કરે છે એવું કવિએ પ્રજેવું રૂપક વાસ્તવિક, મૌલિક અને મનોહર છે.
(૪૫) શ્રી સાહિલામંડન શ્રી આદિનાથ વિનતી સાહિલા નગરિ ભાવિ અભગિઈ, આદિ દેવુ નમસિઈ મન રગિલ, ગાઇસ્યુજિણ ભણી ગુણ સાચા, એતલઈ ફલ હસિઈ મુખિ વાચા. ૧ જે ક્યિાં દુરિત તે ન કહાઈ, ચી તવ્યાં પુણ હિયઈ ન સમાઈ હું ભવિઈ ભવુ ભમીહિવ ભાગઉ, નાથની ચરણઉ લગ લાગઉ. ૨ આજ મેં સકલ ભાવઠિ નીઠી, મૂતિ તૂ મન તણુઈ રસિ દીઠી; સિદ્ધ સંપદ સહી સિવ પામી, ઉલગિક પ્રભુ કિમઈ સિવગામી. ૩ સહ૩ ન કિરની પરિ દીપઈ, રાગરસ તિમિરે નવિ છપાઈ; તઈ જોઈ હતિ દૃષ્ટિ સરાસી, જીવમાનિ ભવરાનિ તિ કેસી. ૪ જે પડવા અતિ ઘણુઈ ઘર ધંધઈ, ચીકણું કલુષ કર્મતિ બાંધઈ; પાપક સઘલા ઈતિ ધોઈ, ભાવના ભરિ જિ કેનઈ જોયઈ. ૫