________________
૩૫૦
: વિનતી-સંગ્રહ
ચાર અને ચરણે પ્રભુના ચમત્કારથી શ્વમ સહિત ભાગી જાય છે. કલિયુગમાં જગતના આધારરૂપ શ્રી જીરાવલા પાર્શ્વપ્રભુને મહિમા અપાર છે. તેઓ ભવ્યજીનાં મનમાંથી માન અને વિરૂપ ચિંતવન મુકાવે છે. સિંહ સમાન શ્રી જશવલા પાશ્વપ્રભુને મહિમા જીવતેજાગતે છે.
જેને જે જે પ્રિય હોય તેને તે તે પાશ્વ પ્રભુ પૂર્ણ કરે છે. સચરાચર લેકમાં એ છાવલા પાર્શ્વપ્રભુ પ્રસિદ્ધ છે.
સુરલોકમાં સુરવરે, પાતાલમાં પુનાગ દે અને મનુષ્યલેકમાં નરવ, “હે પ્રભુ! આપની આજ્ઞાને માને છે.”
શ્રી જીરાવલા પાશ્વપ્રભુ જેમના પર પ્રસન્ન હોય તેને વરી, વિષધર, વ્યાધિ, ખલ, વાઘ, જલને ભય કે પ્રભાવ થતું નથી.
જલધર (મેલ) જેમ દાતાર છે તેમ હૈ જીરાવલામંડન શ્રી પાપ્રભુ! આપનાં દર્શનથી સર્વ પાપને વિનાશ થાય છે. તેથી આપ સેવકજનના આધારરૂપ છે.
આ કલિકાલમાં આપ કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્ન સમાન છે. હે કરુણાકર પ્રભુ! કરુણા કરીને મારા સર્વ સંકટને દૂર કરે.
હે પાર્શ્વનાથ પ્રભુ! હું કેવી રીતે વિનતી કરું? આપના ચરણેને નમસ્કાર કરું છું. હે પ્રભુ! મારી સાર કરજે.
• આ લઘુ વિનતીમાં કવિએ રાવલા તીર્થમાં બિરાજમાન પાર્થપ્રભુને મહિમા ગાય છે. શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રભુની ભક્તિ કરનારને વિવિધ પ્રકારના ભય સતાવતા નથી અને તેમની શુભ ઈચ્છા કે માનતા પૂર્ણ થાય છે તે કવિએ સ્પષ્ટ બતાવ્યું છે. કવિએ પિતે લખ્યું છે કે જીરાવલા પાશ્વપ્રભુને મહિમા છવાગત (જાગત૬) છે.