________________
૩
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ – ભાગ
મદન દહન જે હુઈ ઈસાછુ લક્ષ્મિપતિ જે પુરુષ પુરાણુ, સૃષ્ટિ કરઈ બ્રહ્મા સવિવેક, દૈવ કહુ તે એન્ડ્રુ જિ એક. ૩૬ સિરિ સિંહૈસરુ તણુä ચરિત્રુ, પઢર્ધ શુષુપ્ત જે નિશ્ચલ ચિત્તુ, વિશ્વ સવે તસ નાસઈ” દૃષ્ટિ, લિસઈ" સ“પદ ગિગિ પૂરી. ૩૭ ઇતિ શ્રી જયસેખરસૂરિષ્કૃતા શ્રી ઋષભદેવ ચઉપઈ. વિવરણ
કવિ શ્રી જયશેખરસૂરિએ જે ચાપાઈ એની રચના કરી છે. તેમાં શ્રી ઋષભદેવ વિશેની ચાપાઈ પણ મળે છે. આ ચાપાર્કમાં કવિ કહે છે:
શ્રી ઋષભદેવ પ્રભુ પ્રથમ ભવમાં થના સાથે વાહ હતા. જેમમેઘ વરસાદ વરસાવે તેમ તેમણે સુપાત્રને ઘીનુ દાન આપ્યું" હતું.જા ભવમાં તે યુગલિક હતા. ત્રીજા ભવમાં સૌધમ દેવલાકમાં શ્રેષ્ઠ દેવતા થયા.
શ્રી રિસહેશ્વરના ગુણાને જે ભણે છે, ગણે છે તે ભવ્ય જીવા અનંત સ ́પદ અર્થાત્ સુખને પામે છે.
ચેાથા ભવમાં પ્રભુ મહાખલ રાજા હતા, પાંચમા ભવમાં સ્વર્ગપુરીમાં ધ્રુવ હતા. છઠ્ઠા ભવમાં વાઘ નરનાથ થયા. તે ભવમાં તેમના પ્રત્યે શ્રીમતી કુમારીનાં મનમાં અત્યંત સ્નેહ થયા હતા.
સાતમા ભવમાં પ્રભુ યુગલિક હતા. આઠમા ભવમાં તેએ ધ્રુવ થયા. નવમા ભવમાં કેસવ વૈદ્ય થયા. તે ભવમાં રોગયુક્તસુનિવરના કેંહની તેમણે વૈયાવચ્ચ કરી હતી.
દસમા ભવમાં તેએ અચ્યુત દેવલેકમાં હતા અને નવા નવા ભાગવિલાસમાં રક્ત હતા. અગિયારમા ભવમાં તેઓ વનાથ ચક્રવતી થયા. તેઓ ચૌદ રત્ન અને નવ રત્નાના આધાર હતા. ૬૪ હજાર રમણીઓના ભરતાર હતા. ખારમા ભવમાં પેાતાના પુણ્ય અનુસાર તે સર્વો વિમાનમાં પહેોંચ્યા.