________________
૩૫૦
મહાકવિ જયશેખરસૂરિ - ભાગ ૨ વિધિ અને વ્યાધિઓ વધતા નથી. યુદ્ધ અને દુકાળથી લોકમાં કેઈ પણ પ્રકારની અસમાધિ-અશાંતિ થતી નથી.
શીતલ અને સુગંધિત વાયુ વાય છે. જ્યારે કે ઈચ્છે ત્યારે વાદળાંઓ જળ આપે છે. છ ઋતુઓ નિરંતર લોકોને સુખ ઉપજાવે છે. જગતગુરુના નામના પ્રભાવથી જ શક નાશ પામે છે. વગાડવામાં આવ્યો ન હોય છતાં વાજિંત્રો વાગે છે. પ્રભુ જ્યાં જ્યાં 'વિચરે છે ત્યાં ત્યાં ઘૂંટણ સુધી પુષ્પવૃષ્ટિ થાય છે. એમના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે અને ચામરે વીંઝાય છે. વિજપટ ઉપર ધર્મચક વિસ્તાર પામે છે.
નવકમલે પર પ્રભુ ચરણેને સ્થાપિત કરે છે. ચારે નિકાયના જેવો પ્રભુને સેવે છે. વૃક્ષો પણ પ્રભુની પાસે નમે છે તે વાત સર્વ જાણે છે. વિનીત પક્ષીઓ પણ પ્રભુને પ્રદક્ષિણ આપે છે.
પ્રભુ જે માગે વિચરે છે તે માર્ગ નિષ્કટક બને છે, ભાટચારણની જેમ ઇંદ્ર પ્રભુને તુતિપાઠ કરે છે. ભથવારણ અરિહંત ભગવંત ભૂતલ ઉપર નિત્ય વિહાર કરે છે.
વીસ લાખ પૂર્વ કુમારપણામાં, ૬૩ લાખ પૂર્વ રાજકાર્ય કરવામાં અને એક લાખ પૂર્વ સંયમમાં એમણે પસાર કર્યો. પછીથી અલક્ષ એવી મુક્તિમાં તેઓ પહેચ્યા.
શકર મદનને બાળે છે, લક્ષમીપતિ પુરાણપુરુષ અર્થાત વિષ્ણુરૂપે જગતનું રક્ષણ કરે છે. બ્રહ્મા વિવેકયુક્ત સષ્ટિનું સર્જન કરે છે. આ એક જ દેવ છે જે ત્રણેનું કાર્ય કરે છે.
શ્રી ઋષભદેવના ચરિત્રને જેઓ ભણે છે, નિશ્ચલ ચિત્તથી જેઓ ચિંતન કરે છે તેમની સર્વ વિપત્તિઓ નાશ પામે છે, પ્રભુના પગલે પગલે તેમને સુખ પ્રાપ્ત થાય છે.”
2૭ કડીની આ ચોપાઈમાં કવિએ આરંભ ઋષભદેવના પ્રવ ભથી કર્યો છે. તીર્થંકર પરમાત્માના સમકિતની પ્રાપ્તિ પછીના