________________
વિનતી સંગ્રહ
૩૫૧ ભવની મુખ્ય ગણના થાય છે. એ પ્રમાણે ઋષભદેવના બાર ભવનું કવિએ આરંભની છ કડીમાં વર્ણન કર્યું છે અને સાતમી કડીથી ઋષભદેવનાં ભવનું વર્ણન ચાલુ થાય છે. એમાં કવિએ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ તીર્થકર ભગવાનનાં પાંચ મુખ્ય કલ્યાણ કેનાં વર્ણન સાથે રાષભદેવનાં માતા-પિતા, પત્નઓ, સે પુત્રો, બે પુત્રીએ ઇત્યાદિને નિશ પણ કર્યો છે. બાલ ઋષભકુમારને રમાડવા માટે દેવે કેવાં કેવાં બાલસુલભ ક્રીડાચોગ્ય રૂપે ધારણ કરે છે તેનું ૧૪ થી ૧૭ કડીમાં મનહર કલ્પનાયુક્ત નિરૂપણ થયું છે. શ્રી ઋષભકુમારના ગૃહસ્થ જીવનની વિગતે પણ કવિએ સંક્ષેપમાં વર્ણવી છે, જેમાં એમણે માનવજાતને શિલ્પાદિ કલાઓ, સામાજિક નીતિ તથા અસિ, મણિ, કૃષિ શીખવ્યાં તથા લોકોને સુસંસ્કૃત બનાવ્યા તેને નિર્દેશ પણ થયેલ છે. દીક્ષા, સમવસરણમાં રે દ્વારા થતા પ્રાતિહાર્યો. તીર્થંકરના અતિશયો તથા કેવલજ્ઞાનનિર્વાણના નિરૂપણ પછી અંતિમ કડીઓમાં કવિએ આ ચાત્રિના શ્રવણકીનને મહિમા દર્શાવ્યા છે.
આમ, ઋષભદેવ ભગવાનના લઘુ ચરિત્ર જેવી પ્રાસાનુપ્રાસચુક્ત, પ્રસાદગુણથી સભર આ ચોપાઈ માહિતીસભર અને આસ્વાદ્ય બની છે.
(૩૬) ત્રાટક બ ધેન શ્રી નેમિ સ્તુતિઃ ઋતુરાય પુહત્તલ પુહવિતલે, પરિપૂરિય પાયવ કુલિ ફલે; વણિય પક્ષિા કેઈણિ કેલિરસ, મણિ સુક્કઈ માહિણિ મણિ વિસં. ૧ અલસર તરુલિ રમાઈ જણે, કારિહિ મેહઈ ભમર ગણે, નારંગી કરણ કેલિ ઝલી, વનિ વિહસઈ વેઉલ ઉલ કલી. ૨ નરનારિ મિલી ગિરિનાર તલે, સરિખિલ્લઈ' ખડખલીય ઝલે, હરિ રમણિ રમાડઈ નેમિ જિર્ણ, પુણનેમિ ન ભજઈ વાજમણું. ૩.