________________
વિનતી-સંગ્રહ
૩૪ અવસરને જાણીને ના રાજા ઈન્દ્ર સુંધર દવનિ કરતાં ત્યાં આવ્યા. પ્રભુના મસ્તક ઉપર છત્રને ધારણ કર્યું અને બન્ને બાજુ ચામર વીંઝવા લાગ્યા. આમ બધા દે શ્રી ઋષભ પ્રભુની સેવા કરવા લાગ્યા,
જ્યારે કલ્પવૃક્ષો ફળ આપતાં બંધ થયા અને દેવદેવીઓ કુળવધૂઓની જેમ રેખાવા લાગ્યાં સર્વે ને થાકીને ઉદાસ થઈ ગયા. ત્યારે પરમાત્માએ તેમની આશાઓને પૂર્ણ કરી.
અઢાર પ્રકારની જાતિ પ્રગટ થઈ. રક્ષણ કરનારા શ્રી ઋષભદેવ પ્રભુની નીતિ પ્રગટ થઈ. શિલ્પકલા અને વિજ્ઞાન પણ પ્રગટ થયાં ત્યાર પછી પ્રભુએ સંવત્સર દાન આપ્યું.
તેમણે પુત્રોને રાજ્યલક્ષમી વહેચી આપી. સર્વ જનેના સર્વ કાર્યો કરી આપ્યાં. પછી પ્રભુએ સંયમના ભારને ઉપાડ્યો. એક વરસ પછી પ્રભુએ આહાર ગ્રહણ કર્યો.
એક હજાર વર્ષ પછી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલ-- શાની પ્રભુએ બે પ્રકારે (શતઃ અને સર્વત) ધર્મોપદેશ આપ્યો. ચોર્યાસી ગણધરોની સ્થાપના કરી અને સ્વદેશ તથા વિદેશમાં વિહાર કરવા લાગ્યા.
સચરાચર જગતને અત્યંત આનંદ થયે, જાણે નાથ નવા ચંદ્રરૂપે ઉદિત થયા. ઈ ત્રણ ગઢની રચના કરી. તેમાં બાર પર્વદા હર્ષિત થઈને બેસે છે. નવા નવા રસથી યુક્ત વાણી પ્રભુ વરસાવે છે ભવ્યજીવોનાં ચંચલ મનને સ્થિર કરે છે.
જેમ પ્રચંડ પવન વાદળાંને વિખેરી નાખે છે, તેમ પ્રભુએ ભવિકેના સંદેહને દૂર કર્યા છે. જેમ સૂર્ય વિમાનમાં ચંદ્ર અને. તારા પ્રગટ દેખાતા નથી, તેમ હવે ભવ્યજનોમાં મહ અને મત મોટા પ્રમાણમાં રહેતા નથી.
પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં ઈતિ (મરકી વગેરે)ન, નિવારણ થાય છે. હાથી અને સિંહ નવી પ્રીતિને આભ કરે છે.