________________
૩૨૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ માર્ગે જોડાયા હતા. આ બન્ને જિનેશ્વર સંયમરૂપી વાટ ગ્રહણ કરીને ત્યાં પહોંચે છે કે જ્યાંથી કેઈને પણ પાછા ફરવાનું નથી.
ઘણુ ગુણોથી ઉજજવળ એવા વિમલશા નામના મંત્રીએ સુનિર્મલ એવા શ્રી ઋષભદેવની સ્થાપના કરી હતી. જગવલભ. એવા શ્રી નેમિનિને પરમ તેજ વડે જેમણે સ્થાપ્યા તે તેજપાલ. હતા. શ્રી શત્રુંજયના ઘણ શ્રી ઋષભદેવ પ્રભુ અને રેવતગિરિના ધણી શ્રી નેમિ જિનેશ્વર એમ બન્ને તીર્થના નાથ આબુ પર્વત ઉપર એકસાથે અહીં મળ્યા છે, તેથી અમારા મનોરથ આજે સર્વ રીતે ફળ્યા છે.
સદ્દગુરુને પામ્યા વિના સાથી કે ભેમિયા વિના) ડુંગરમાં. અમે ઘણું ઘણું ભમ્યા. વિષમ વાતમાં ક્યાંય પણ વિસામો ન. ન મળ્યો. શીતલ એવા જિનમંદિરમાં જે વસે છે તેના તનના અને મનના બન્ને પ્રકારના તાપ ટળી જાય છે.
હે નાથ ! સકલ ગુણને જાણનારા ગુણકેવલી છે, છતાં પણ આપ પૂજ્ય અમારી સાથે કેમ બેલતા નથી? વળી આપની તુતિન નિમિત્તે હું ઉલાસ લાવીને આપનું ધ્યાન ધરું છું.”
આ રચના કવિએ આબુની તીર્થયાત્રાના સ્વાનુભવ પછી કરી છે. એટલે જ કવિ જિનમંદિરમાં પહોંચતાં પર્વતની વિષમ વાટ, ચડવાને થાક ઊતર્યાને આનંદ વ્યક્ત કરે છે.
કવિએ આ કાવ્યમાં આબુતીર્થને એતિહાસિક મહિમા પણ વર્ણવ્યા છે.
(૩૬) શ્રી ચુવીસ જિણવર ચઉપઈ નાભિનરેસરુ નન્દનુ નાહ, ફેડઈ સામી ભવ દરહુ રિસહ જિસર પહિલઉં' નમીં, માહ મહાભડુ લીલઈ દઉ . બીજઉ અજ્યિ જિસરું દેલ, જિણિ મય રગિ સંજમુ લે, મેઠી મદ-નુમહીપતિ માણું, પામિ સ્વામી કેવલનાણું. ૨