________________
વનતી સંગ્રહ
3349 જાતિ જાણે કાલરાત્રિ પાસે પિતે પહોંચ્યા છે એમ માનવા લાગી.
તે જલચર, સ્થલચર, ખેચાદિ સર્વે ચૂર્ણ અને પાણી વિના સુકાઈ ગયાં. જલથલના આધારે છુપાઈને રહ્યાં. રાજાએ ક્ષોભ પામી ગયા. ગજેરોએ આલાન-સ્તંભનું ઉમૂલન કરીને શૃંખલા તેડી નાખી.
ડાએ લગામે તેડીને ઊછળવા લાગ્યા. રથી રથ સાથે અકળાઈને ભાગવા લાગ્યા. ઘરના લેકે, બાળકે રડવા-કૂટવા લાગ્યાં. નારીઓ પોતાના પ્રિયજનના હાથ પકડીને બૂમ પાડવા લાગી.
સભામાં સિંહાસનની પીઠ કંપવા લાગી. તે સમયે કૃષ્ણ વિસ્મય પામી વિચારવા લાગ્યા. નગરીની અંદર અત્યંત કેલાહલ થવા લાગ્યો. આ જોઈ રુક્ષમણિના કંથ (કૃષ્ણ) હૈયામાં ચમકથા.
શંખનાદ ક્ષણમાં ઓછો થયે તેટલામાં જ કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. તે સમયે શ્રીકૃષ્ણને સર્વજોએ મન મૂકીને વિનંતીપૂર્વક કહ્યું કે હે નરનાથ! આ (શંખનાદ) નેમીશ્વરકુમારની રમત છે.
ત્યાં કીડા કરતા નેમિનાથ પ્રભુ આવ્યા. તેમને હાથ પકડીને કણે ભાઈને કહ્યું કે હે ગુણવાન! શ્યામ વર્ણવાળા ભાઈ! તમે હમણાં શખ પૂર્યો છે? (શંખ વગાડવો છે?)
તે શંખનાદને પ્રભાવ હજી મારા ઉપર પડયો નથી. હે ભાઈ! હવે તમે તમારા બાહુબળને દેખાડો. આ વચનો સાંભળીને શ્રી નેમિકુમાર હસ્યા. ભેળા એવા કૃષ્ણ પૂછ્યું કે તમે કેમ હસે છે ?'
કૃષ્ણ અને નેમિકુમાર અને ગુણેના સાગર છે, અને બળવત છે, અને લીલાપતિ છે, અને લક્ષણવંત છે અને નવયુવાન છે, અને નવા નવા આનંદથી ભરેલા છે અને દાનેશ્વર છે અને દસ ધનુષ્યની ઊંચાઈવાળા છે.
સર્વ ગુણેથી મનેહર, ગજગતિથી ગમન કરનારા, બને જણ રેવતગિરિના ઉદ્યાનમાં પહોંચ્યા કે જ્યાં આમ્ર, સોપારી, ફણયાદિ
મ–૨૨