________________
વિનતીસગ્રહ નેમીશ્વરના ચરણકમળને નમવા લાગ્યા.
જેમણે ભુજાના બળથી શ્રીકૃષ્ણને જીત્યા છે, વળી ધ્યાનસ્થ બળથી કામદેવને અવગણ્યા છે એવા યાકના રાજા હે નેમિનાથ પ્રભુ! ચતુર્વિધ સંઘ ઉપર કૃપા કરો.”
આ કૃતિને કવિએ “શ્રી નેમિનાથ ક્રીડા પાઈ તરીકે ઓળખાવી છે તે ચગ્ય છે, કારણ કે તેમાં શ્રી નેમિનાથ ભગવાનની પરાક્રમકડાનું વર્ણન છે. નેમિનાથ અતુલ બળવાળા, પરાક્રમી હતા. તેમણે કેઈ ન વગાડી શકે એ શંખ વગાડ્યો હતે. શ્રીકૃષ્ણ સાથેની ભુજાબળની સ્પર્ધામાં નેમિનાથે શ્રીકૃષ્ણની ભુજાને ક્ષણવારમાં વાળી દીધી હતી, જ્યારે કૃષ્ણ, નેમિનાથની ભુજાને વાળી શક્યા નહેતા. શ્રી નેમિનાથની આવી શક્તિ જોઈ કૃષ્ણને પિતાના રાજ્ય માટે સંશય થાય છે, પરંતુ તે સમયે આકાશવાણું થાય છે કે નેમિનાથને રાજ્યસત્તામાં રસ નથી. એમને કંચન અને કામિનીમાં રસ નથી. એ સાંભળી શ્રીકૃષ્ણને મથી રાહત થાય છે. આ કાવ્યમાં કવિએ ગિરનાર પર્વતનું અને ત્યાંના ઉદ્યાનનું મનોહર વર્ણન કર્યું છે.
કવિએ આ કાવ્યમાં શ્રી નેમિનાથ પ્રભુનું કથાનક રસિક રીલીએ ઉપમાદિ અલકાર સહિત વર્ણવ્યું છે જે કવિની ઉચ્ચ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે.
(૩૮) શ્રી ઋષભદેવ ચઉપઈ પહિલઉ ભવિઘન સારવાહ, ઘતરસિ વરસઈ જિમ જલવાયું બીજઉ ભવિ પણિ યુગલ ધર્મિ ત્રીજઈ ભવિ સુરવરૂ સૌથગ્નિ. ૧ રિસહસરૂ ગુણ પઢત ગુણંત પામઈ સપ૪ ભાવિક અનંત. આંકણું. ચઉથઈ જન્મિ મહાબલ રાઉ, અમરપુરી પંચમ ભાવિ કાઉ, છ8ઈ વઈરા નરનાહ, શ્રીમતિ કુમરી મનિ ઉછાહ ૨